Abtak Media Google News

ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં પાણી, લાઇટ અને સફાઇ ઝુંબેશના પ્રશ્ર્નોની ચર્ચા વિચારણા કરાઇ

આહિર જ્ઞાતિની વાડીમાં ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં રાજુલા નગર પાલિકાના સત્તાધિશો દ્વારા રાજુલા શહેરના પ્રયુઘ્ધ નાગરીકો ચેમ્બરના આગેવાનો વિવિધ સંસ્થાઓના મહાનુભાવો તબીબી ક્ષેત્રે સંકળાયેલા માંધાતાઓ, શહેરમાં વસતા અઢારેય વરર્ણના આગેવાનો સાથે રાજુલા શહેરના સર્વાગી વિકાસ માટે શું કરવું જોઇએ તે અંગે શહેરીજનો, વિવિધ મહાનુભાવો તમામ પક્ષના આગેવાનો સહીતનાઓ સાથે વિચાર વિર્મશ કરવા નો એક કાર્યક્રમ રાજુલા શહેરના ઇતિહાસમાં કયારેય કોઇ પાલીકાના શાસકોએ શહેરીજનોના વિકાસ અર્થે જાહેરમાં બેઠક કરી અને લીધેલા મંતવ્યોનો આજે પહેલો જ પ્રસંગ યોજાયો હતો. આ વિકાસ લક્ષી બેઠકમાં મનુભાઇ ધાંખડા, ચેમ્બરના પ્રમુખ બકુલભાઇ વોરા, ઘનશ્યામભાઇ મશરુ, યોગેશ કાનાબાર, સુભાષભાઇ વ્યાસ, સહિતના આગેવાનોએ રાજુલા શહેરના વિકાસને લગતા ટ્રાફીકને લગતા તેમજ પીવાના પાણી, વિજળી ભુર્ગભ ગટર જાહેર શૌચાલય તથા પાલીકાની એમ્બ્યુલન્સ ફાયર ફાયટરને લગતા મહત્વના પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. ચેમ્બર પ્રમુખ બકુલ વોરાએ શહેરમાં સફાઇ કાર્યને વેગવંતુ બનાવવા ભૂર્ગભ ગટર યોજાને કાર્યરત કરવા અને શહેરીજનોએ પાલિકા ના શાસકોને પ્રજાકારી કાર્યમાં સહકાર આપવા  અનુરોધ કર્યો હતો.

આ અંગે ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડા દ્વારા પણ લોકોના સાથ સહકારથી કયારેય ન થયું હોય તેવું કાર્ય કરવા કટીબઘ્ધ છીએ. જેમાં લોકો સહકાર આપે આ અંગે પાલીકાના ચીફ ઓફીસર દ્વારા પણ પ્રશ્ર્નો ના જવાબો આપેલ હતા.

આ અંગે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પણ લોકોની અપેક્ષા અને લોકોના પ્રશ્ર્નોનો ઉકેલ સૌ સાથે મળીને ઉકેલીશું અને હાલમાં જ થોડા સમયમાં જ પાણી, લાઇટ અને સફાઇ ઝુંબેશ હાથ ધરેલ છે. અને હજુ પણ લોકોને સારી સુવિધા  આપવા સૌ કટીબઘ્ધ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.