માનવતાને સજીવન રાખવા અપાયેલ શહીદીની ગાથા “જંગે કરબલા” આસુરા નો દિવસ

ઇન્સાન કો બેદાર તો હો લેને દો હર કોમ પુકારે ગી હમારે હે હુસેન…..

ઇસ્લામના મહાન પેગંબર મહંમદસાહેબના આદર્શ ને જીવંત રાખવા કરબલાના સરદાર હઝરત ઈમામ હુસૈને અસત્ય સામે જંગ કરી સમગ્ર માનવજાત ના સંસ્કારો બચાવી લીધા

   પ્રાસંગીક :ડો.અબ્દુલ ગની હાસમ બેલીમ

માનવ સભ્યતા સંસ્કૃતિ અને ધર્મ વ્યવસ્થામાં કદાચ ઇસ્લામ ના માનવાવાળા એકમાત્ર સેવા હશે કે જે પોતાના નવા વર્ષની ઉજવણી આનંદ ઉલ્લાસ થી નહીં પણ ગમ સાથે કરે છે.ઇસ્લામના મહાન પયગંબર સાહેબે સમગ્ર માનવજાતને સત્ય અહિંસા ભાઈ તારા અને ઉમદા સંસ્કારો સાથે જીવન જીવવાનો રસ્તો બતાવ્યો ત્યારે તેમની વિદાય પછી જગતમાં સરમુખત્યાર બની ગયેલા યઝીદ દુરાચારી એ ઇસ્લામની ખિલાફત સુકાન પોતાના હાથમાં લેવા મુસ્લિમ જગત માં સમર્થન માટે પ્રયાસો શરૂ કર્યા હતા

ઈસ્લામિક વ્યવસ્થા મુજબ જે વ્યક્તિ ખિલાફત એટલે કે સતાપર હોય તેના આચરણ તમામ લોકો માટે આદર્શ જીવન શૈલી તરીકે સ્વીકૃત બની જાય… ખલીફા કરે તેમ કરવાનો અલ્લાહ નો હુકમ થઈ જાય, ત્યારે પોતે ચરિત્રહીન શરાબી દુરાચારી વ્યભિચારી જુગારી હોવાથી તે ખલીફા તરીકે ક્યારેય સ્વીકૃત ન થાય તે કપટથી સત્તા પ્રાપ્ત કરી લીધી પણ તેને સમાજ ની સ્વીકૃતિ મળતી ન હતી


સત્તાના મદમાં યદી તો એ સમર્થન એટલે કે બેયત માટે હિંસા શરૂ કરી બળજબરીથી સમર્થન મેળવવા લાગ્યો બીજી તરફ પેગંબર સાહેબના પરિવારજનોએ બળજબરીથી બની બેઠેલા ખલીફા ય જીદને ઇસ્લામનો ખલીફા સ્વીકારવા તૈયાર ન હતા કેમકે પેગમ્બર સાહેબ ની ગેરહાજરી માં જો તેમના પરિવારજનો જ બદચલન યઝીદ ને સમર્થન આપી દે તો યઝીદ ની કુટેવો ના તમામ આચરણો જેવા કે જૂઠું બોલવું શરાબ પીવું જુગાર રમવું સાવકી માતા બહેન સાથે લગ્ન કરવા જેવી કુટેવો દરેક મુસલમાનો માટે ફરજ અને જાય જ એટલે કે કુદરતના હુકમ બની જાય એટલે કે તમામ માટે સ્વીકાર્ય થઈ જાય અને ઇસ્લામ સાથે સાથે માનવતા પણ ખતમ થઈ જાય પયગંબર સાહેબ પછી ઇસ્લામ ની જાળવણી અને તેમના માનવા વાળા ના આચરણો જીવન અને ધર્મની જવાબદારી તેમના દોહિત્ર હઝરત ઈમામ હુસૈન પર હતી તેથી જ તેમની બેજ મેળવવા માટે દબાણ શરૂ કર્યું ત્યારે ઇમામ હુસેન અને તેમના સાથીદારોએ જરા પણ સત્યથી ડગ્યા વગર ની હા માં હા કરવાનો ઈન્કાર કર્યો… આથી યઝીદ સાનભાન ગુમાવી બેઠો તેણે 72 ના ખુદા પસંદ કબીલા સામે લાખોનું લશ્કર મોકલ્યું ઇરાકમાં આવેલા કરબલાના મેદાનમાં બંને નો ભેટો થઇ ગયો બેક સમાધાન અથવા તો મોત ની સ્થિતિ ઊભી કરી દીધી.. ઇમામ હુસેન જો યઝીદ ની હા માં હા કરી લેતો ઇસ્લામની સાથેમાનવતા પણ નષ્ટ થઈ જાય તેમણે યઝીદ ને હરગીઝ સમર્થ ન આપવાનું નક્કી કરી જંગ વહોરી લીધી, આ જંગમાં પરિણામ નક્કી હતું એક તરફ લાખો બીજી બાજુ 72 ના છ મહિનાના માસૂમ બાળક મહિલા બાળકો ભાઈ ભત્રીજા દીકરા પરિવારજનો સાથે ઇમામ હુસેને અશક્ય સામે ઝૂકવાને બદલે સત્યની રાહે સહાદત નો રસ્તો પસંદ કર્યો

યઝીદના લશ્કરે કોઈપણ સંજોગોમાં માટે છેલ્લી ઘડી સુધી ના પ્રયાસો કરી લીધા કરબલાના મેદાનનજીક વહેતી યુફ્રેટીસ નદી પર કબજો કરી પાણી બંધ કરી દેવાયું ભૂખ-તરસ સામે માથુ નવા આવ્યા વગર જ અત્યાચારોનો સામનો કરી સત્ય માટે મોહરમ ની દસમી તારીખે એક પછી એક 72 જાની સારો શહીદ થયા છેલ્લે ઇમામ હુસેન એ પણ સત્ય માટે કુરબાની આપી, આમ સત્ય અહિંસા માનવતા અને ધર્મ માટે બલિદાન આપનાર ઇમામ હુસૈન ની શોર્યગાથા ને ગમ સાથે મનાવવા મુસ્લિમો મોહરમ અને નવાવર્ષના આગમનરૂપે નહીં પણ હજરત ઇમામ હુસૈન ની યાદ માં ગમ ના મહિના તરીકે ઉજવે છે અને શહીદોની ની પ્યાસ તરસ ને યાદ કરવા માટે પાણી અને શરબત પીવડાવે છે મોહરમની 1 થી 10 તારીખ સુધી સમગ્ર વિશ્વમાં ગમે હુસૈન બનાવવામાં આવે છે આસૂરા એટલે કે મોહરમ ની 10 તારીખે સવારની નમાજ થી લઈને જોહરની નમાજ એટલે કે બપોર સુધીમાં એક પછી એક 72 શહીદો એ ધર્મ અને માનવતા માટે કુરબાની પસંદ કરીને શહીદ થયા તેમની યાદ મા આસુરા મનાવવામાં આવે છે