10મીથી લોકોએ જે વેકસીનના બે ડોઝ લીધાં છે એ જ ‘ત્રીજો બુસ્ટર ડોઝ’ તરીકે અપાશે

દારૂ વહીં બોટલ નઈ…

અબતક, નવી દિલ્લી

કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા સરકારે એવું કહ્યું છે કે બૂસ્ટર ડોઝ માટે એકજ વેક્સિન આપવામાં આવશે. જેમા અગાઉ જે વેક્સિનના ડોઝ લિધા હશે તેજ વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. એટલે કે જો અગાઉ તને કોવિશિલ્ડના બે ડોઝ લીધા હશે તો બૂસ્ટર ડોઝ પણ કોવિશિલ્ડનો જ આપવામાં આવશે.

નીતિ આયોગના સદસ્ય વી કે પોલની સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોંફરન્સમાં મોટી જાહેરાત

નિતિ આયોગના સદસ્ય વીકે પોલ દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. ગત 25 ડિસેમ્બરે પીએમ મોદી દ્વારા બૂસ્ટર ડોઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમા હવે 10 જામ્યુઆરીથી અત્યંત બિમાર અને 60 કરતા વધુની ઉંમરના લોકોને ડોક્ટરોની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

ભારતમાં હાલ જે રીતે ઓમિક્રોનના કેસ વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને બૂસ્ટર ડોઝ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથેજ હવે 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ ભારતમાં ઓમિક્રોનના 2 હજાર કરતા પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. જોકે તે પૈકી 800 જેટલા તો સંક્રમણ મુકત પણ થઈ ગયા છે. તે ઘણી સારી બાબત કહી શકાય.

ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેમા પણ ખાસ કરીને દિલ્હીમાં ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર્ જૈન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે દિલ્હીમાં હાલ કોરોનાની ત્રીજી નહી પરંતું પાંચમી લહેર શરૂ થઈ છે. સાથેજ તેમણે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ 40 ટકા બેડ અત્યારથી રિઝર્વ કરી લીધા છે.

કોવિડની મોલાનુપિરાવિર જેવી ગોળીઓ લેતા પહેલાં 100 વાર વિચારજો!!

કોરોના મહામારીના ઇલાજ માટે બનેલી પહેલી ઓરલ એન્ટી કોવિડ-19 ડ્રગ મોલનુપિરાવિર અંગે આઇસીએમઆર ચીફે ચિંતા વ્યક્ત કરી છે. આ દવાને ડિસેમ્બરના આખરી સપ્તાહમાં ડ્રગ્સ ક્ધટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપી હતી. ભારતમાં આ દવાનું નિર્માણ સિપ્લા, સન ફાર્મા અને ડો રેડ્ડી લેબોરેટરી કરી રહી છે. આ દવાને અમેરિકા સ્થિત બાયોટેક્નોલોજી કંપની રિડજબેક બાયોથેરેપિક અને અમેરિકન

ફાર્મા મર્ક દ્વારા મળીને બનાવવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના હેડ ડો બલરામ ભાર્ગવે કહ્યું કે, આ દવા ટેરાટોજેનિસિટી અને મ્યુટેજેનેસિટીનું કારણ બની શકે છે. ટેરાટોજેનિસિટી એટલે જ્યારે આ દવા કોઈ ગર્ભવતી મહિલા લે છે તો આ દવાની અસરથી ભ્રૂણથી જોડાયેલા વિકાર અથવા ભ્રૂણના વિકાસમાં સમસ્યા આવી શકે છે. તો મ્યુટેજેનેસિટીનો અર્થ જેનેટિક મટીરીયલમાં થનારા સ્થાયી ફેરફારોથી છે. પુરુષ અને મહિલાઓ બંને માટે દવા લીધાના 3 મહિના સુધી ગર્ભનિરોધક પગલાં જાળવવા જોઈએ. કારણ કે ટેરેટોજેનિક દવાના પ્રભાવ હેઠળ જન્મેલ બાળક સમસ્યાથી પીડાઈ શકે છે. તેમણે કહ્યું કે આ દવા સ્નાયુઓ અને કોમલાસ્થિને પણ નુકસાન પહોંચાડી શકે છે.

દેશમાં કોરોના કેસ ફરી રેકોર્ડ તોડવા લાગ્યા: એક જ દિવસમાં 58 હજાર નવા દર્દીઓ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58,097 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 2,14,004 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે એક દિવસમાં 15,389 દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 534 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં કુલ 4,82,551 મૃત્યુ થયા છે. જ્યારે 3,43,21,803 દર્દીઓએ સાજા થવામાં સફળતા મેળવી છે. કોરોના ડેઈલી પોઝિટિવિટી રેટ 4.18% છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું ગંભીર દર્દીઓનું પ્રમાણ નહિવત

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ વધુ 3350 લોકો વાયરસની ઝપટે ચડ્યા છે. પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યા નહિવત જણાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 3000ને પાર પહોંચી છે તો એક્ટિવ કેસની સંખ્યા 11,000ની નજીક પહોંચી છે પરંતુ હાલ 32 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાનું સામે આવ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા,

તો સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150 કેસ, રાજકોટ શહેરમાં 141 અને આણંદમાં 114 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં અમરેલીમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે. માત્ર 11 દિવસમાં 33 ગણા જેટલા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 7881 હતા, જે આજે વધીને 10,994 થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 50 કેસો નોંધાયા છે. ઓમિક્રોન વેરિયેન્ટના કેસોની સંખ્યા 200ને પાર પહોંચી છે જ્યારે આ વેરિયેન્ટમાં અત્યાર સુધી 114 દર્દીઓ સાજા થયા છે.