સરગમ પરિવારે 2023ને કર્યું સંગીતભર્યું વેલકમ

મ્યુઝિકલ મેલોઝ ગ્રુપના સથવારે જાણીતા સિંગરોએ જુના નવા ગીતની રમઝટ બોલાવી

2022ના વર્ષે વિદાય લઈ લીધી છે અને 2023 નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે 31મી ડિસેમ્બરની રાત્રે સરગમ પરિવારે પણ અનોખા અંદાજમાં વીતી રહેલા વર્ષને વિદાય આપી હતી અને નવા વર્ષને આવકાર આપ્યો હતો.

હેમુગઢવી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મ્યુઝીકલ મેલોઝના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત સંગીત સંધ્યાએ જમાવટ કરી દીધી હતી. જાણીતા સિંગરો આશિફ ઝેરીયા,સોનલ ગઢવી, શ્રીકાંત નાયર, કાજલ કથરેચા અને પ્રીતિ ભટ્ટ વગેરે જુના નવા ગીતો રજૂ કર્યા હતા અને રાત્રે 12 વાગ્યે સૌએ 2023ને વેલકમ કરતા ગીત પણ ગયા હતા.

આ કાર્યક્રમમાં મોલેશભાઇ પટેલ, યોગેશભાઇ પુજારા, ગોપાલભાઇ સાપરીયા, હરેશભાઈ લાખાણી, પ્રતાપભાઇ પટેલ, કરશનભાઇ આદરોજા, અશોકભાઇ વૈષનાની, ડો. બ્રિજેશભાઈ સોની, મનુભાઇ માંડલીયા( દુબઇ), અમેરિકા નિવાસી ડો રાજેષભાઇ પટેલ, ભગવાનજીભાઇ પટેલ, અનીલભાઇ પાટલીયા વગેરેએ ખાસ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌને આવકાર્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા આપી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા, છાયાબેન દવે, હેતલબેન રાજ્યગુરુ, અલ્કાબેન ધામેલીયા, વૈશાલીબેન શાહ, ભરતભાઈ સોલંકી, સુરેશભાઈ દ્રેત્રોજા, કનૈયાલાલ જગેરા, જયસુખભાઈ ડાભી, હરેશભાઈ છોટાલા તેમજ બને કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી.