Abtak Media Google News

માનુનીઓનાં પરિધાન અને શણગારમાં સમયની સાથે સાથે બદલાવ આવતા રહ્યા છે પરંતુ જ્યારે પારંપારીક વસ્ક્ષ પરિધાન અને શણગારની વાત આવે છે ત્યારે તેમાં ફુલોથી મહેકતો ગજરો અડિખમ ઉભો રહ્યો છે. તહેવાર હોય કે પ્રસંગ હોય સ્ત્રીઓના શણગારમાં હોટ ફેવરીટ બન્યો છે ગજરો…ભારતમાં પણ એવા કેટલાંક રાજ્યો છે જ્યાની સ્ત્રીઓનો રોજનાં શણગારમાં ગજરાનો સમાવેશ થાય છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાને દર્શન કરાવે છે ખાસ તો દક્ષિણ ભારતની સ્ત્રીઓ સૌથી વધુ ગજરાનો ઉપયોગ કરે છે પરંતુ હવે એ ફેશનનો જ એક અવિભાજ્ય ભાગ બની ચુક્યો છે ગર્મીમાં જ્યારે લગ્નની મૌસમ ખીલી હોય છે ત્યારે દુલ્હનથી લઇ દરેક સ્ત્રી પોતાની હેર સ્ટાઇલમાં ગજરાને રાખવાનું ચુંકતી નથી. યુવતીઓ ટ્રેન્ડી લુક મેળવવા હેર સ્ટાઇલને ગજરાથી કવર કરે છે.

અને હવે ફેશનનો જ ભાગ બનેલા ગજરામાં પણ અનેકવિધ ડિઝાઇન આવી ચુંકી છે જે તમારા કેશ સજતીને વધુ આકર્ષિત બનાવે છે. કલર વાળો ગજરો જેમાં રંગબેરંગી ફુલોનો ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરાંત હેવી ગજરો જે ચોટલામાં રાખી નીચે તેની ઝૂલો લહેરાય તેમ ભારેખમ ગજરો લાગે છે.

ઇન્વર્ટેડ ગજરો જે અંબોડા સ્ટાઇલમાં આખા અંબોળાને ગોળાકારમાં કવર કરે છે પીંક ચોર્કીગ ગજરો જેમાં નાના ગુલાબી ફુલથી હેર સ્ટાઇલમાં સજાવટ થાય છે. સિંગલ સર્કલ ગજરો જેમાં ફુલની કળી ગ્રંથીને ગજરો બનાવાય છે અને હેર સ્ટાઇલમાં વ્હાઇટ ઓર્કિડ ગજરો જેમાં ઓર્કીડની કળીઓની હારથી અંબોડા ફરતે બે થી ત્રણ આટી લગાવી સુંદર રીતે લગાવવામાં આવે છે.

આ હતા ગજરાના જુદા જુદા પ્રકાર જે હેર સ્ટાઇલમાં લગાવતા જ મનમોહક શૃંગાર દશાર્વે છે અને કોઇનું પણ દિલ જીતવામાં સમર્થ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.