Abtak Media Google News

ઇલેક્ટ્રોનિકથી ભંડોળ ઊભું કરવા માટે રાજકીય પક્ષો ને ચૂંટણીમાં ઓછામાં ઓછા એક ટકા મત મેળવ્યા હોવા જોઈએ

 

અબતક-રાજકોટ

સુદ્રઢ લોકતંત્ર માટે કેવી રીતે મતદારોની જાગૃતિ અનિવાર્ય છે આ જ રીતે સંતુલિત લોકતંત્ર માટે આદર્શ રાજકીય પક્ષો પણ અનિવાર્ય છે અલબત્ત ક્યારેક-ક્યારેક લોકતંત્રમાં રાજકીય પક્ષો માટે વાડી રે વાડી બોલ દલા તરવાડી જેવી પરિસ્થિતિનું આપોઆપ સર્જન થઈ જતું હોય છે અથવા તો કરવામાં આવે છે લોકતાંત્રિક પક્ષ માટે રાષ્ટ્ર સેવાના નામે કેટલીક સવલતો આપવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક બહુ મર્યાદિત અધિકારો મળી જતા હોય છે ચૂંટણી નું વ્યવસ્થા સંચાલન અને રાજકીય પક્ષો ના નિભાવ માટે જરૂરી ભંડોળ માં કંઈક આવું જ થાય છે સામાન્ય કરદાતાઓ માટે આવકવેરા વિભાગ કમાણી બચત ની એક-એક પાઈનો હિસાબ માંગે છે જ્યારે રાજકીય પક્ષો ને કુબેર ના ભંડાર જેવા ધન માટે લાલ જાજમ પથરાઈ જતી હોય છે જાન્યુઆરી એકથી રાજકીય પક્ષોને જાણે કે કાળા માંથી ધોળા કરવા ની સરળતા આપવાની હોય તેમ સરકાર દ્વારા ઇલેક્ટ્રોન બોન્ડના 19માં તબક્કાની મંજૂરી આપવામાં આવી છે અને 1લી જાન્યુઆરીથી રાજકીય પક્ષો અને 10 દિવસની મુદત માં ચૂંટણી ભંડોળ માટેના ઇલેક્ટ્રોન વેચવાની છૂટ આપી છે પાંચરાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, સરકારે શુક્રવારે ચૂંટણી બોન્ડના 19મા તબક્કાને જારી કરવાની મંજૂરી આપી છે જે 1થી 10 જાન્યુઆરી સુધી વેચાણ માટે ની મુદત આપવામાં આવી છે બીપી.રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવાના પ્રયાસોના ભાગ રૂપે રાજકીય પક્ષોને આપવામાં આવતા રોકડ દાનના વિકલ્પ તરીકે ચૂંટણી બોન્ડ બનાવવામાં આવ્યા છે.

જો કે, વિરોધ પક્ષો આવા બોન્ડ દ્વારા ફંડિંગમાં કથિત અપારદર્શકતા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.” સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા , વેચાણના19 માં તબક્કામાં, તેની 29 અધિકૃત શાખાઓ દ્વારા 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી, 2022 સુધી ચૂંટણી બોન્ડ જારી કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે,” નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. એસબીઆઈની 29ઉલ્લેખિત શાખાઓ લખનૌ, શિમલા, દેહરાદૂન કોલકાતા, ગુવાહાટી, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, પટના, નવી દિલ્હી, ચંદીગઢ, શ્રીનગર. ગાંધીનગર , ભોપાલ, રાયપુર અને મુંબઈ. આપવામાં આવી છે આગામી5 રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણીઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ, પંજાબ , હિમાચલ પ્રદેશ અને ગોવા– આવતા મહિને જાહેરાત થવાની ધારણા છે.ચૂંટણી બોન્ડના પ્રથમ બેચનું વેચાણ1-10 માર્ચ, 2018 દરમિયાન થયું હતું. બોન્ડના વેચાણનો 18મો તબક્કો 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર, 2021 દરમિયાન થયો હતો.સ્કીમની જોગવાઈઓ અનુસાર, ઈલેક્ટોરલ બોન્ડ એવી વ્યક્તિ ખરીદી શકે છે જે ભારતનો નાગરિક હોય અથવા ભારતમાં સમાવિષ્ટ અથવા સ્થાપિત હોય. રજિસ્ટર્ડ રાજકીય પક્ષો કે જેમણે ગત ચૂંટણીમાં 1 ટકાથી ઓછા મત મેળવ્યા નથી. લોકસભા અથવા વિધાનસભા ચૂંટણી બોન્ડ મેળવવા માટે પાત્ર છે.આવા બોન્ડ જારી કરવા માટે એસ.બી.આઇએકમાત્ર અધિકૃત બેંક છે.ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ થયાની તારીખથી 15 દિવસ માટે માન્ય રહેશે. નિવેદન મુજબ, જો બોન્ડ માન્યતા અવધિની સમાપ્તિ પછી જમા કરવામાં આવે તો કોઈપણ નાણાં લેનાર રાજકીય પક્ષને કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં.કોઈપણ પાત્ર રાજકીય પક્ષ દ્વારા તેના ખાતામાં જમા કરાવેલ બોન્ડ તે જ દિવસે જમા કરવામાંઆવે તેઓ નિયમ રાખવામાં આવ્યો છે

રાજકીય પક્ષોને ચૂંટણી ભંડોળ ઊભું કરવા માટે આપવામાં આવેલી બોનર્ડની સુવિદ્યાથી પક્ષના કાર્યકરોને પોતાના પક્ષને મજબૂત કરવા માટે ફાળો આપવાની આ સવલત કેટલાક રાજકીય પક્ષો માટે કાળા ધોળા કરવાનું નિમિત્ત બને તેવી આશંકા પણ સેવાઇ રહી છે રાજકીય પક્ષો માટે લઘુતમ એક ટકા મતો મેળવવાનો ક્રાઈટેરિયા રાખવામાં આવ્યો છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.