Abtak Media Google News

‘સાધના’ના પંથે જે ઘુમે, સિધ્ધિ એના ચરણ ચૂમે

માણસ પહેલા ‘આદત’ પાડે છે.. પછી ‘આદત’ માણસને પાડે છે, આજે શબ્દો સોંઘા અને કર્તવ્ય મોંઘુ

એકડા વિનાના મીંડાની જેમ સદાચાર વિનાના જીવનનું કંઇ જ મૂલ્ય નથી અનુભવની શાળા પુસ્તક કરતા વધુ જ્ઞાન આપે છે. જીવન પોતે જ એક મહાગ્રંથ છે. આપણે એમાંથી કંઇ શીખીએ તો આપણી ભૂલ ખાડો બનશે અને જો એમાંથી બોધ લઇશું તો એ ભૂલ પગથિયું બનશે.

જેની જીભનાની હોય એનું કામ મોટું હોય છે અને જેની જીભ મોટી એનું કામ નાનું હોય છે. પહેલા માણસ ‘આદત’ પડે છે. પછી ‘આદત’ માણસને પડે છે. મન પર વિજય મેળવનાર કયારેય પરાજય પામતો નથી.

એકતા અને ઉન્નતિ બે સગી બહેનો છે. નામનાની ઝંખના કામનાની દાસી છે. દૂધ, છાસથી ફાટી જાય છે. અને મનુષ્ય ખુશામતથી ફાટી જાય છે. આજે આપણા શબ્દો સોંઘા બન્યા છે. અને કર્તવ્ય મોંઘુ થયુ છે. ભૂખ્યા માનવી આગળ પેંડા, બરફી, મગજ વગેરે મીઠાઇઓની યાદી ગણાવનાર કરતા સુફા રોટલાનો એકાદ ટુકડો આપનાર મનુષ્ય વધારે સમજદાર છે.

સિધ્ધિતો ‘સાધના’ની દાસી છે. પરંતુ પ્રયત્ને પ્રાપ્ત થયેલી સિધ્ધિ કાયમ સાચવી શકાતી નથી ‘સાધના’ને પંથે જે ધુમે છે. એના ચરણને સિધ્ધિ ચૂમે છે. નિરાશાના સમુદ્રના તળીયેથી આશાના મોતીતો મરજીવા જ મેળવે. દુ:ખ માંથી સુખના બીજ શોધી કાઢેએ આશા અને સુખમાં પણ દુ:ખની પ્રતિતિ પામેએ નિરાશા

અગાઉના સમયમાં શિષ્યને નિરપેક્ષ ભાવે જ શિક્ષણ અપાતુ હતુ નદી અને વૃક્ષની જેમ ગુરૂકુળના ગુરૂદેવ કોઇ અપેક્ષા વિના જ વિદ્યાદાન આપતા સાથે સાથે અન્નવડે પોષણ પણ આપતા આવા ગુરૂદેવ પાસે વિદ્યાદાન મેળવનાર શિષ્ય વિદ્યાભ્યાસ પૂરો થતા જયારે પોતાના ઘર ભણી જતો ત્યારે ગુરૂદેવનું ઋણ ચૂકવવાની ભાવનાથી ચરણમાં ગુરૂદક્ષિણા મૂકતો.

શ્રીકૃષ્ણ પણ સાંદપની ઋષિના ગુરૂકુળમાંથી વિદાય લેતી વખતે ગુરૂ ચરણે વંદન કરીને અતિશય નમ્રતા પૂર્વક ગુરૂદક્ષિણા આપવાની ભાવના વ્યકત કરી ત્યારે ગુરૂદેવે નિ:સ્પુહ ભાવે કહ્યું મારે દક્ષિણામાં બીજું કશું નથી જોઇતુ. મેં આપેલી વિદ્યાનો વંશ વધારતા રહેજો.

જગતમાં બે વંશ ચાલે છે. બિંદુવંશ અને ના દવશ બિંદુવંશ છે પિતા વડે પુત્રનો પરંપરાનો અને નાદવંશ છે. ગુરુશિષ્યનો શિષ્ય પરંપરાનો વિદ્યાદાન વડે નાદવંશ છે. ગુરૂદક્ષિણા કૃષ્ણએ બરાબર આપી હતી.

કુરૂક્ષેત્રમાં યુધ્ધ સમયે અર્જુન વિષાદગૃસ્ત બની કર્તવ્ય ચૂકી જવા તત્પર બન્યો ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કરી બુધ્ધિયોગ આપી કર્તવ્યનિષ્ઠ બનાવ્યો અને નૂતન જીવન દ્રષ્ટિ મેળવનાર અર્જુને ઉમંગથી કહ્યું: ‘કરસ્ય વચન તવ’ અર્જુનને શ્રી કૃષ્ણના ઉપદેશની સચોટ અસર એટલા માટે થઇ કે, શ્રીકૃષ્ણે શિષ્ય (અર્જુન) પાસેથી કશુંય મેળવવાની અપેક્ષા વિના જ એના ઘોડાઓની સેવા કરતા રહીને વિદ્યાનું દાન કર્યુ હતુ આવા ઉંચા આદર્શને લીધે જ જગત આજે એમને જગતગુરૂ કહીને વંદે છે… શ્રી કૃષ્ણ શરણ મમ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.