Abtak Media Google News
એક જ દિવસમાં 3181 બાળકોને ઉમળકાભેર કરાવાયો શાળા પ્રવેશ

જૂનાગઢ જિલ્લાની 247 સરકારી પ્રાઠામિક શાળામાં ગઈકાલે તા.24 જૂનના રોજ ઉનાળુ વેકેશન સમાપ્ત થતાં જ યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં 1677 કુમાર અને 1504 ક્ધયા એમ કુલ 3181 બાળકોના એક જ દિવસમાં ઉમેળકાભેર શાળામાં પ્રવેશથી સોરઠની શાળાઓ નાના ભુલકાઓના કલરવથી ગુંજી હતી. આ તકે જિલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા,  પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  જવાહરભાઈ ચાવડા,  જિલ્લા કલેકટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા શિક્ષણાધિકારી અશોક ઉપાધ્યાય, ડેરીના ચેરમેન દિનેશભાઇ ખટારિયા,  સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો એ શાળામાં બાળકોને કુમ-કુમ તીલક કરી આવકાર્યા હતાં.

Kanjari 2

વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે જિલ્લાના પ્રભારી અને પરિવહન રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ  શાંતાબેન ખટારિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  જવાહરભાઈ ચાવડા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ ડગ માંડી રહેલા નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવી આવકાર્યા હતા. મંત્રી  અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રાથમિક શાળામાં જુદા-જુદા ધોરણમાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.

Kanjari 1

 

તેમજ વંથલી તાલુકાના કણજા અને કણજડી ગામમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા અને પૂર્વ મંત્રી  જવાહરભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતમાં નાના ભૂલકાઓને આંગણવાડીમાં અને ધોરણ-1 માં સ્કૂલ બેગની સાથે શૈક્ષણિક કાર્ય માટેના પુસ્તકો-સાધોનો આપી  આનંદ-ઉલ્લાસ સાથે પ્રેવશ કરાવાયો હતો. જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના શ્રેણીબધ્ધ કાર્યક્રમો દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે મેંદરડા તાલુકાના દાત્રાણા, રામપરા અને ગોરધમ પુરની શાળા અને  આંગણવાડીના બાળકોને શિક્ષણ પ્રવેશ આપી, વ્હાલથી આવકર્યા હતા.

શાળા પ્રવેશોત્સવમાં વ્હાલાના વધામણા

Kanza Prathamik Shala 2

જૂનાગઢના પ્રભારી મંત્રી અરવિંદ ભાઈ રૈયાણીએ વંથલીના કાજલિયાળ ગામે શાળા પ્રવેશ કરવા આવેલ એક બાળકને વ્હાલથી તેડી લીધો હતો, જ્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડાએ કણજા ખાતે એક બાળકને ઊંચકી, ખભે બેસાડી શાળા પ્રવેશ કરવવ્યો હતો. ત્યારે ઉપસ્થિત સૌ કોઈએ બંને રાજશ્રીઓની હરખની હેલીને તાળીઓના ગળગળાતાથી વધાવી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.