રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, અંદાજે સરેરાશ 63%

gujaratelection2017
gujaratelection2017

પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો પર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપપોતાની જીતના દાવા કર્યા હતાં. હજુ સુધી મતદારોનો મૂડ કોઈ પાર્ટી કે રાજકીય વિશ્લેષકો પારખી શક્યા નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણી માં બીજા તબક્કા માટે 14 જિલ્લાની 93 બેઠકો પર આજે મતદાન કરવામાં આવ્યું. જેમાં અંદાજે સરેરાશ 63 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં 70.61 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન દાહોદમાં 53.85 ટકા નોંધાયું છે. અમદાવાદમાં સરેરાશ 57.56 ટકા મતદાન નોંધાયું છે. જોકે ટોકન લઇને ઉભેલા મતદાતાઓ મતદાન કરી શકશે.

ક્યાં કેટલા ટકા થયું મતદાન

બનાસકાંઠા- 66.93, પાટણ- 62.69, મહેસાણા- 67.37, સાબરકાંઠા- 70.61, અરવલ્લી- 61.65, ગાંધીનગર- 63.59, અમદાવાદ- 57.56, આણંદ- 64.31, ખેડા- 63.07, મહિસાગર- 61.24, પંચમહાલ- 64.24, દાહોદ-53.85, વડોદરા- 65.37 અને છોટાઉદેપુરમાં 58.47 ટકા મતદાન થયું છે.