ભારતમાં કોરોનાની બીજી લહેરે વિદેશીઓને હચમચાવ્યા…!!

0
18

ભારતમાં સતત વધતાં કોરોનાના સંક્રમણના કારણે કેનેડાની સરકારે ભારતથી આવતી ફ્લાઈટ્સ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે આ પ્રતિબંધ ગુરુવારથી શરુ થઈ અને 30 દિવસ સુધી લાગુ રહેશે. ખાસ વાત એ છે કે, દેશમાં રાજનેતાઓના વિરોધ બાદ જસ્ટિન ટ્રૂડો સરકારે આ નિર્ણય લીધો છે. જો કે આ સમય દરમિયાન કાર્ગો ફ્લાઈટ્સ પ્રભાવિત થશે નહીં.

કેનેડાના સ્વાસ્થ્ય મંત્રી પૈટી હાજૂએ કહ્યું છે કે, તમામ આંતરરાષ્ટ્રીય યાત્રાઓમાં 20 ટકા ભારતીય છે. તેમાંથી કેનેડાના એરપોર્ટ પર અધિકારીઓ તરફથી તપાસ કરતાં જાણવા મળ્યું કે, 50 ટકાથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત આવ્યા છે. ઓંટારિયો અને ક્યૂબેકના કંજર્વેટિવ પ્રમુખે પણ ગુરુવારે ટ્રૂડોને પત્ર લખ્યો હતો. તેમણે પીએમને આંતરરાષ્ટ્રીય યાત્રા બંધ કરવા અપીલ કરી હતી. પરિવહન મંત્રી ઉમર અલગાબ્રાએ સ્પષ્ટ કર્યું હતું કે, જો જરૂર પડશે તો કેનેડા અન્ય દેશોની ફ્લાઈટ રદ્દ કરવામાં પણ સંકોચ કરશે નહીં. જણાવી દઈએ કે કેનેડાએ ભારત સાથે પાકિસ્તાનથી આવતી ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ મુક્યો છે. બીજી બાજુ યુએઈએ પણ ભારતીય મુસાફરોએ 10 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. 25મી એપ્રિલથી 4 મેં સુધી ભારતીય મુસાફરો પર યુ.એ.ઇ.એ પ્રતિબંધ મૂક્યો છે. આ અવધિ વધારી દેવામાં આવે તો પણ નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here