સેન્સેકસે પ્રથમ વખત ૪૫ હજારની સપાટી વટાવી

સેન્સેક્સમાં ૪૦૦ પોઈન્ટનો ઉછાળો: હિન્દલકો, આઈસીઆઈસીઆઈ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા ભારતી એરટેલ, ટાટા સ્ટીલના શેર વધ્યા

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ ૪૫,૦૩૩.૧૯ અને નિફ્ટી ૧૩૨૫૦.૩૦ના હાઈએસ્ટ સ્તરે પહોંચ્યા પછી હાલ સેન્સેક્સ ૪૦૦ અંક વધીને ૪૫૦૩૩ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૧૧૨ અંક વધીને ૧૩૨૪૬ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૨૪ ટકા વધીને ૫૧૦૧.૯૦ પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન ૨.૧૬ ટકા વધીને ૧૧૪૯.૪૦ પર કારોબાર કરી રહ્યો છે. જોકે રિલાયન્સ, ઇંઈક ટેક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટાઈટન કંપની સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ૦.૮૮ ટકા ઘટીને ૧૯૪૫.૪૦ પર કારોબાર કરી રહ્યો છે. ઇંઈક ટેક ૦.૭૧ ટકા ઘટીને ૮૫૫.૬૦ પર કારોબાર કરી રહ્યો છે.

આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ ૪૩ અંક ઘટી ૨૬૭૬૫ પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૫૨ અંકના વધારા સાથે ૨૬૭૮૧ પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ ૦.૧૧ ટકા વધી ૩૪૪૫ પર કારોબાર કરી રહ્યો છે.