- સેન્સેકસમાં 730થી વધુ અને નિફટીમાં રરપ પોઇન્ટથી વધુનો ઘટાડો
ભારતીય શેરબજારમાં એધારી મંદી જોવા મળી રહી છે. આજે ઉઘડતા સપ્તાહે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સેકસ અને નિફટી તુટયા હતા. બેન્ક નિફટી અને નિફટી મીડ કેપ-100 માં પણ તોતીંગ કડાકો બોલી ગયો હતો.
આજે પણ શેરબજારમાં મોટા કડાકા બોલી ગયા હતા. સેન્સેકસે ઉઘડતી બજારે 75 હજારની સપાટી તોડી હતી. ઇન્ટ્રાડેમાં 74541.63 સુધી સરકી ગયો હતો. ઉપલે સપાટી 74907.04 રહેવા પામી હતી. નિફટીએ આજે ઇન્ટ્રાડેમાં 22700 ની સપાટી તોડી હતી. નીચલી સપાટી 22560.30 પોઇન્ટ રહેવા પામી હતી. જયારે ઉપલી સપાટી 22668.05 રહેવા પામી હતી. બેન્ક નિફટીમાં 530 પોઇન્ટનો અને નિફટી મીડકેપ-100 માં 540 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી કરવામાં આવી રહી હોવાના કારણે બજારમાં એકધારી મંદી જોવા મળી રહી છે. બીજી તરફ ડોલર સામે પણ રૂપિયાો નબળો પડી રહ્યો છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 789 પોઇન્ટના ઘટાડા સાથે 74521 અને નિફટી 237 પોઇન્ટના ઘટાડા સાથે 22558 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે.
રોકાણકારોના અબજો રૂપિયાનું ઘોવાણ થઇ ગયું છે. બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હોવા છતાં સતત તુટી રહયું છે.