Abtak Media Google News

બેન્કિંગ, ટેકનોલોજી, ઓઇલ, ઓટો, ફાર્મા અને ફૂડ સેક્ટરમાં તેજીનો માહોલ: નિફટી ૨૫૮ પોઇન્ટ ઉપર સરકી: રોકાણકારો ગેલમાં

શેરબજારમાં છેલ્લા ૨ ટ્રેડિંગ દિવસોથી સેન્સેકસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ રહ્યો છે. ગઈકાલે એક તબક્કે સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટ સુધી ગગડી ગયો હતો જ્યારે આજે સેન્સેક્સમાં તેજી જોવા મળી હતી. સેન્સેકસે ૯૧૫ પોઇન્ટ સુધી કૂદકો લગાવ્યો હતો.

આજે સેન્સેક્સમાં બેન્કિંગ, ટેકનોલોજી, ઓઇલ, ઓટો, ફાર્મા અને ફૂડ સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. એકંદરે ટોબેકો સિવાયના તમામ સેકટર ગ્રીન જોનમાં ટ્રેડ થયા હતા. બીજી તરફ નિફ્ટીમાં પણ તેજીના ટકોરા જોવા મળ્યા હતા. બજાજ ફાઈનાન્સ ૬.૭૫ ટકા ઊંચકાયો હતો.  લાર્સન, ટાટા મોટર્સ, બજાજ ઓટો, એસબીઆઈ, ગ્રાસીમ, ઓએનજીસી, રિલાયન્સ અને એસ્સાર જેવા શેરમાં ભારે લેવાલી જોવા મળી હતી.

નિફ્ટી વર્તમાન સમયે ૨૫૮ પોઇન્ટના ઉછાળા સાથે ૧૪૫૩૯ની સપાટીએ ટ્રેડ થઇ રહી છે .બીજી તરફ બેંક નિફ્ટી ૬૨૮ દશાંશ ઉછળી ૩૨હજારની સપાટીએ ટ્રેડ થાય છે નિફટી મિડકેપમાં પણ તેજી જોવા મળી છે. આજે એસજીએક્સ નિફટીમાં પણ પોઝીટીવ વાતાવરણ જોવા મળ્યું હતું. નોંધનીય છે કે, કોરોના મહામારી બાદ શેરબજારમાં ઐતિહાસિક ઉછાળા અને ગાબડાનો દોર જોવા મળ્યો હતો. છેલ્લા વીસ ટ્રેડિંગ સેશન દરમિયાન પણ સેન્સેક્સમાં નરમ ગરમ વાતાવરણ જોવા મળ્યું હતું. અમેરિકાની રાહત પેકેજની અસર હોય કે રસીના કારણે બજારમાં ઉજળો આશાવાદ, આ તમામ બાબતોના પડઘા શેરબજાર ઉપર પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.