વાહનોમાં ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની સિરીઝ રી-ઈ ઓક્શનથી શરૂ કરાશે

અબતક, રાજકોટ

એચજીવી પ્રકારના વાહનો માટે જી.જે. 03 બી.વાય. GJ 03 BY સિરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની સિરીઝ રીઈ-ઓક્શનથી શરૂ કરવામાં આવનાર ચે. ગુજરાત મોટર વાહન નિયમ-1989 નિયમ 43ડમાં સુધારો થયા મુજબ ગોલ્ડન નંબરો થતા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલીકોએ અરજી કરવાની રહેશે.

ગોલ્ડન નબરની એચ.જી.વી. પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફરી (અપસેટ પ્રાઈઝ) રૂ.40000 છે. સિલ્વર નંબર એચ.જી.વી. પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂ.15000 છે.

ગોલ્ડન, સિલ્વર સિવાયના અન્ય પસંદગીના નંબરોના એચ.જી.વી પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂ.8000 છે. ગોલ્ડન, સિલ્વર નંબરોના ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઈનવોઈસની તારીખ અથવા વિમાની તારીખ તે બેમાંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સીએનએમાં અરજી કરનારને અરજી કર્યા તારીખથી 60 દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓક્શનમાં ભાગ લઈ શકશે તેમ એક યાદીમાં જણાવાયું છે.