સાત સમંદર પાર જાય છે તીખાશ સાથે સત્સંગની મીઠાશ

ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 300 મણ આથેલા મરચા વિદેશ મોકલાયા

 

અબતક,કિરીટ રાણપરિયા, ઉપલેટા

ખાસ કરીને ગુજરાતીઓ શાકાહારી ફુડ ખાતા હોય છે. એજ પરંપરા કચ્છથી જતાં હરિભકતો જ્યારે એરલાઇન્સમાં નોનવેજ સાથે વેજ ફૂડની વ્યવસ્થા હોય છે પણ સામાન્ય રીતે સત્સંગીઓ અને વડીલો વિદેશ જતાં ત્યારે ઘરે થી રોટલી કે થેપલા બનાવી લઈ જતાં હોય છે. એમની સાથે શાકની જગ્યાએ શું ખાવું એ એક કોયડો હતો એ સંજોગોમાં વર્ષો પહેલાં કચ્છીઓ વિદેશ જતાં ત્યારે સ્વામિનારાયણ મંદિરમાંથી આથેલા મરચા અને ગેસીયા લાડું સાથે પ્લેનમાં પોતાનું વ્યારું કરી લેતા. વર્ષોથી ચાલતી પ્રથાને ભુજ સ્વામિનારાયણ મંદિરે આજ પણ કાયમ રાખી દર વર્ષે 300 મણથી પણ વધારે મરચા લીંબુ અને લીંબુ વાળા પાણી સાથે આથી ને વિદેશ જતાં હરિભકતોનું આ સ્પેશિયલ મેનુ કહી શકાય. આ આથેલા મરચાની વિશિષ્ટતા એ છે કે આ મરચા કાંચની બરણીમાં હોય તો બે પાંચ વર્ષ સુધી વગર બગડે નહીં એજ સ્વાદ સાથે માણી શકો છો. તેવું મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી તથા રસોડા ભંડારી કોઠારી સ્વામી, દિવ્ય સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. 6000 કિલો મરચા, 6000 કિલો લીંબુ અને 200 સત્સંગી બહેનોની સેવા અર્થે દોઢ મહિના સુધી આ મિશ્રણ મોટા મોટા વાસણોમાં પેક કરી ત્યારબાદ આ મરચાની તીખાશ સાથે મોજીલો સ્વાદ ઠેઠ વિદેશો સુધી હરિભકતોની જીભનો સ્વાદ બને છે.