ઈન્ટરનેટની દુનિયા ન્યારી… આખો દિવસ રહો છો ને રચ્યા પચ્યાં એટલે જ આટલો વપરાશ વધ્યો, જાણો નેટ કેટલું થયું સસ્તું

0
100

આજના 21મી સદીના આધુનિક યુગમાં નવીનતમ ટેક્નોલોજીનો વિકાસ થતા વિવિધ સેવા આંગળીના ટેરવે મળતી થઈ છે. એમાં પણ મોબાઈલ, લેપટોપ વગેરે જેવા ઉપકરણોનો ઉપયોગ વધતા ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધ્યો છે. આજના સમયમાં ઈન્ટરનેટ વગર તો બધું અધૂરું એમ કહેવું પણ નવાઈ લાગશે. નહિ કારણ કે ડગલે ને પગલે ઈન્ટરનેટની જરૂર રહે છે. અને આ નેટની ન્યારી દુનિયામાં યૂઝર્સ રાત દિવસ રચ્યા પચ્યા રહે છે. આના કારણે જ ઈન્ટરનેટનો વપરાશ ખૂબ વધ્યો છે.

જિઓ જી ભર કે…. રિલાયન્સ જીઓએ ઇન્ટરનેટની દુનિયામાં ઝંપલાવતા હરીફાઈ શરૂ થતાં ડેટાની કિંમત ઘટી છે. છેલ્લાં 6 માસમાં ઈન્ટરનેટ 96% સસ્તુ થઇ ગયું છે તો આ સામે ડેટા વપરાશ ભારતમાં પ્રતિ ગ્રાહક માત્ર છ વર્ષમાં લગભગ  43 ગણો વધી ગયો છે.

ડેટા ખર્ચ 2014ની તુલનામાં 96% (24 ગણો) ઘટાડો થયો. વર્ષ 2014માં ભારતમાં દર વ્યક્તિ દીઠ 3.2 જીબીનો વપરાશ થતો અને એક જીબીના રૂપિયા 269 ચૂકવતા. જ્યારે વર્ષ 2020માં, ભારતમાં ગ્રાહક દીઠ ડેટા વપરાશ 141 જીબી થયો જ્યારે ગ્રાહકોએ જીબી દીઠ રૂ. માત્ર 10.9 ચુકવ્યા.

2020 માં સબ્સ્ક્રાઇબર દીઠ ડેટા વપરાશ 2019ની તુલનામાં 20% વધુ હતો કારણ કે મોટાભાગના નિયમિત ઓફિસ-સ્કૂલ, સ્કૂલનાં બાળકો અને હેલ્થકેરનાં કેટલાક વિભાગ અને કેટલાક અન્ય ક્ષેત્રોએ દૂરસ્થ કામ કર્યું. એટલે કે કોરોનામાં ઘેરબેઠાં કામ કરવાની ફરજ પડતા ઈન્ટરનેટ નો ઉપયોગ વધુ વધ્યો.

અગાઉના વર્ષના આંકડા મુજબ ડેટાની કિંમતમાં લગભગ 2% જેટલો ઘટાડો થયો છે, જ્યારે 6 વર્ષના ગાળામાં 96 ટકાનો ઘટાડો થયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના જણાવ્યા મુજબ ભારતમાં ડેટા કોસ્ટ (ગ્રાહકને)એ વિશ્વની સૌથી સસ્તી કિંમતોમાંની એક છે. એટલે કે વિશ્વમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં છે.  યુ.એસ. (રૂ. 1 53૧ / જીબી) અને યુકે (રૂ. ૨66 / જીબી) ખર્ચ છે. વૈશ્વિક સરેરાશ કિંમત 366 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here