Abtak Media Google News

દર્શકો એક મહિનો આ ફિલ્મ નિહાળી શકશે

ઈંગ્લેન્ડના લિફટ ઓફ ગ્લોબલ નેટવર્ક, પાઈનવુડ સ્ટુડિયોના લિફટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ અને શોકેસના ‘ફર્સ્ટ ટાઈમ ફિલ્મમેકર’ સેશનમાં સ્ક્રીનીંગ માટે  એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના એમ.જે.એમ.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્મમેકર વિકાસ રાજપોપટના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલી ફિલ્મ ‘ઓફ ટ્રેક’ની પસંદગી કરવામાં આવી છે. તણાવ અને હતાશાને કારણે ઉભા થતા આત્મહત્યા તરફી વલણને મૂર્ખતાપૂર્ણ સાબિત કરતી આ ફિલ્મ ભારતના આત્મહત્યાના વધતા આંકડાઓ સામે લાલબત્તી ધરે છે.

‘લીફટ ઓફ સેશન્સ’ એક ઓનલાઈન શોકેસ છે. ફેસ્ટીવલનો પ્રથમ રાઉન્ડ ઓનલાઈન છે. જેમાં દરેક સેશનની ટોચની પાંચ ફિલ્મો જાહેર જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે. બીજો રાઉન્ડ આંતરીક છે જ્યાં નિર્ણાયકો પસંદ થયેલી પાંચ ફિલ્મોમાંથી વિજેતા નકકી કરશે. વિજેતા થનારને લિફટ ઓફ ફેસ્ટિવલનું સભ્યપદ પ્રાપ્ત થશે અને તે ફિલ્મ પાઈનવુડ સ્ટુડિયો યુ.કે. અને રેલે સ્ટુડિયો હોલીવુડ ખાતે લાઈવ સ્ક્રીનીંગની તક મેળવશે. ફેસ્ટિવલ બે અઠવાડિયા ચાલશે પરંતુ દર્શકો 1 મહિના સુધી ફિલ્મો જોઈ શકશે.

આ શોર્ટ ફિલ્મ યુ.કે.ના ફિલ્મ ફેસ્ટિવલ ઉપરાંત વિશ્વભરના 30 જેટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મોકલવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.