Abtak Media Google News

ભાભીએ સંબંધ તોડી નાખતા દિયરે છરીથી આપઘાત કર્યાનું ખુલ્યું 

 ભાભી પર છરીથી હુમલો કરી દિયરે જીવન ટુંકાવ્યું

 

 જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં દિયરે ભાભી પર છરી વડે હુમલો કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યા બાદ પોતે પોતાના હાથેથી પોતાના શરીરે છરીના પ્રહાર કરી આપઘાત કરી લીધો હોવાની સતાવાર વિગતો પોલીસમાં જાહેર થઇ છે. પોલીસે આ બનાવ અંગે મૃતક સામે ઘાયલ મહિલાના પતિની ફરિયાદ નોંધી છે.

શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સત્યસાંઈ નગર, પ્રભાતનગરમાં રહેતા કિશન ફટુભાઈ પરમાર ઉવ આશરે 30 અને તેના ભાભી હેતલબેન ગોપાલભાઈ પરમાર વચ્ચે થયેલ છરી બાજીમાં દિયરનું મૃત્યુ નીપજ્યું હતું. ભાભીના હુમલામાં ઘવાયેલ દિયરનું મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું. પરંતુ પરિવારજનો અને પડોશીઓના નિવેદનમાં આ બનાવની હકીકતો સામે આવતા પોલીસે જીવન મરણ વચ્ચે જોલા ખાતી હેતલબેનના પતિની ફરિયાદ નોંધી હતી.

શુક્રવારે સવારે ઘરે આવેલ કૌટુંબિક દિયર કિશને બોલાચાલી કરી હતી. આ બોલાચાલી છરીબાજીમાં પરિવર્તન પામતા દિયર કિશને પોતાની પાસેની છરી વડે ભાભી પર હુમલો કરી ઉપરાઉપરી સંખ્યાબંધ ઘા જીકી દઈ હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. સંખ્યાબંધ ઘા જીકી દેતા ભાભી હેતલ ઢળી પડી હતી. ત્યારબાદ આરોપી કિશને પોતે જ એ જ છરીથી પોતાના શરીરના ભાગે પોતાની જાતે જ પ્રહારો કર્યા હતા. જેમ શરીરના ભાગે છરીના ઘા ઝીંકી દેતા કિશન પણ ત્યાં જ ઢળી પડ્યો હતો.

આ બનાવની જાણ થતા સીટી પોલીસે ઘટના સ્થળે પહોચી હતી. સારવાર મળે તે પૂર્વે જ કિશનનું મોત થયું હતું. જયારે ભાભી હેતલને તાત્કાલિક ટ્રોમાં વોર્ડમાં ખસેડી સારવાર શરુ કરાવી હતી. પોલીસે મૃતક સામે હત્યા પ્રયાસ સબંધીત ફરિયાદ નોંધી હતી. સીટી એ ડીવીજનના પીઆઈ એમ જે જલુના જણાવ્યા મુજબ, ધ્રોલ તાલુકાના ખીરસરા ગામના મૂળ કિશન પરમાર એકાદ વર્ષ પૂર્વે જામનગર ધંધો કરવા આવ્યો હતો. ત્યારે તેણીની સાથે સબંધ બંધાયો હતો, જો કે આ સબંધ પસંદ ન હોવાથી તેણીએ સબંધ તોડી નાખ્યા હતા અને કિશન પરત ખીરસરા ચાલ્યો ગયો હતો. જો કે ધરાર સબંધ રાખવો હોવાથી કિશન આજે જામનગર આવ્યો હતો અને તેણીની સાથે જીભાજોડી કરી વારદાતને અંજામ આપ્યો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલ હેતલબેનની હાલત પણ અતિ ગંભીર ગણાવાઈ રહી છે. હેતલબેનને સંતાનમાં પાંચ સંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણ થતા સીટી પોલીસે ઘટના સ્થળે પહોચીને  સારવાર મળે તે પૂર્વે જ કિશનનું મોત થયું હતું. જયારે ભાભી હેતલને તાત્કાલિક ટ્રોમાં વોર્ડમાં ખસેડી સારવાર શરુ કરાવી હતી. પોલીસે મૃતક સામે હત્યા પ્રયાસ સબંધીત ફરિયાદ નોંધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.