Abtak Media Google News
  • ઘટના સ્થળ પરથી મળેલી ચિઠ્ઠીના આધારે ઓળખ થઇ: મોતનું કારણ જાણવા મૃતદેહ પી.એમ. અર્થે ખસેડાયો
  • જોધપુરથી ફૂલ પધરાવવા પત્ની સાથે આવેલા યુવાનનું હાડપિંજર મળતા અનેક રહસ્યો ઘુંટાયા

જારીયા ગામના વોંકળા પાસે ગત સાંજે એક યુવકનું હાડપીંજર મળી આવતા અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહ કોહવાઇને હાડપીંજર બની ગયો હોવાથી અંદજીત 10 દિવસ પૂર્વે યુવકનું મોત થયાનું અનુમાન છે. યુવકની હત્યા થયાની શંકાથી હાડપીંજરને ફોરેન્સીક પોસ્ટમોર્ટ્સ માટે મોકલી અપાયું છે

મૃતદેહ નજીકથી એક ચિઠ્ઠીમાં મળી આવેલા મોબાઇલ નંબરના આધારે થયેલી પ્રાથમિક તપાસમાં મૃતદેહહ જાળીયા અને અગાઉ રાજસ્થાનના જોધપુર રહેતા યુવકનો હોવાની ઓળખ મળી છે. પરંતુ ખરેખર મૃતદેહ કોનો છે? એ જાણવા કંકાલ પરથી મૃતદેહ ઓળખી બતાવનાર પરિવારજનો તેમજ હાડપીંજરના ડીએનએ મેચ કરાવ્યા પછી સ્પષ્ટ થશે.

જારીયા ગામના છેવાડે વોંકળા કાંઠે નિર્જન સ્થળેથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવી રહ્યાની ગ્રામજનોએ સરપંચને જાણ કરતા સરપંચે કુવાડવા પોલીસને માહિતી આપી હતી. એસીપી એસ.આર.ટંડેલ, કુવાડવાના પીઆઇ બી.એમ. ઝણકાટ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ પર એક માનવ કંકાલ મળી આવતા સાયન્ટીફિક ઓફિસરને બોલાવી લેવાયા હતા.

કંકાલ નજીકથી મળેલી ચિઠ્ઠીમાં લખલા મોબાઇલ નંબર પર તપાસ કરતા એક મહિલાએ તેના પતિ સુરેશભાઇ રણછોડભાઇ દેવીપૂજકનો હોવાની શંકા દર્શાવી હતી. જે માહિતી મળી એ મુજબ જેનો – મૃતદેહ હોવાનું મનાઇ રહ્યું છે એ સુરેશભાઇ જાળીયા ગામ ઉપરાંત રાજસ્થાના જોધપુરમાં રહેતા હતા.

થોડાં મસય પૂર્વે સસરાનું અવસાન થતાં તેની અસ્થિ પધરાવવા પત્ની સહિતના સાસરીયા સાથે રાજકોટ આવ્યા હતા. અસ્થિ વિસર્જન પછી પત્ની, સાસરીયા પર જોધુપર ચાલ્યા ગયા હતા અને સુરેશભાઇ કોઈ કારણોસર જારીયા ગામે રોકાઇ ગયા હતા. મૃતદેહ કોહવાઈને હાડપીંજર બની ગયો હોવાથી બનાવ હત્યાનો છે, આપઘાતનો છે કે ઉપરથી પડી જવાથી તેનું મૃત્યુ થયું છે? એ જાણવા હાડપીંજરનું ફોરેન્સીક નિષ્ણાંત તબીબ પાસે પોસ્ટમોર્ટમ કરાવાયું છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવાનની હત્યા કરાઇ છે કે તેને આપઘાત કર્યો છે તે જાણવા મળશે.

શાપરમાંથી મળેલા પરપ્રાંતીય યુવાનના મૃતદેહનો ભેદ વણઉકેલ

શાપરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી આજથી ત્રણ ચાર મહિના પહેલા એક પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળ્યો હતો જેનો આજ સુધી પણ ઓળખ થઈ નથી અને યુવાનની હત્યા કરવામાં આવી હતી કે તેણે આપઘાત કર્યો હતો તે અંગે પણ હજી રહસ્ય પરથી પડદો પોલીસ દ્વારા સૂચવવામાં આવ્યું નથી ઉલ્લેખનીય છે કે જ્યારે યુવાનનો ઓળખ થઇ ત્યારે તે જસ રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે એક પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવાર દ્વારા મૃતક અને તપાસતાં તે તેના સંબંધી હોવાનું જાણવા મળ્યું હતું જેથી કાપડ માંથી મળેલા પરપ્રાંતિય યુવાનના મૃતદેહને પણ હજી સુધી ઓળખ થઈ નથી ક્યાં ગામ નજીક વધુ એક યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.