Abtak Media Google News

આજે અને કાલે મહત્તમ ઉલ્કાવર્ષા; કલાકની ૧૫ થી ૫૦ ઉલ્કાઓ નિહાળી શકાશે; ખગોળીય આનંદ લૂંટવા જાથાનો અનુરોધ

દુનિયાભરમાં લોકોએ એપ્રીલમાં લાપરીડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી વિશ્વમાં આજથી ત્રણ દિવસ સુધી ઈટા એકકવેરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકો છેલ્લા બે દિવસથી નિયત જગ્યાએ પડાવ નાખી દીધો છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જયાં વાદળા હશે ત્યાં ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે નહિ.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે મે ૪ થી પરોઢ સાતમી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી આકાશમાં ઈટા એકવેરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. આજે અને કાલે આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે કલાકના ૧૫ થી ૨૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. વધુમાં પંડયા જણાવે છે કે ઈટા એકવેરીડસ ઉલ્કાવર્ષા મહત્તમ આજ મધ્યરાત્રીથી બે દિવસ સુધી આકાશમાં જોવા મળશે.

નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વાદળા હોય તે વિસ્તારમાં જોવા મળશે નહી સ્પષ્ટ આકાશમાં આહલાદક જોઈ શકાય છે. રાજયમાં જાથાએ જિલ્લા મથકો, અમુક તાલૂકા મથકોએ સ્વયંભૂ જિજ્ઞાષુઓની મદદથી ઉલ્કા નિહાળવાની વ્યવસ્થા ગોઠવી છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.