માર્કેટિંગ યાર્ડમાં કબાટનું તાળું ચાવીથી ખોલી તસ્કર રૂપિયા 1.70 લાખ લઈ ઉઠાવી ગયો

વેપારી ઓફીસમાં કબાટની ચાવી ટેબલ પર મૂકીને ગાડી સાઈડમાં રાખીને આવ્યા ત્યાં ગઠિયો કળા કરી ગયો

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ચોરી અને લૂંટના અનેક બનાવો બનવા પામ્યા છે.ત્યારે વધુ એક વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં માર્કેટિંગ યાર્ડમાં જય રામનાથ ટ્રેડિંગ નામે ઓફિસ ધરાવતા વેપારી ગઈકાલ પોતાની ઓફિસે હતા ત્યારે તેઓ પોતાના કબાટ ની ચાવી ઓફિસના ટેબલ ઉપર મૂકી પોતાની ગાડી સાઈડમાં પાર્ક કરવા માટે ગયા હતા અને પાર કરી ઓફિસમાં પરત આવ્યા તેટલા સમયમાં જ ગઠ્યો ચાવી વડે કબાટ ખોલી તેમાં રાખેલા રૂ.1.70 લાખ ઉઠાવી ગયો હોવાની જાણ થતા વેપારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની મળતી વિગતો અનુસાર કુવાડવા રોડ પર આવેલ લાલ પરી શેરી નંબર ચાર માં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં જય રામનાથ ટ્રેડિંગ નામે સેડ ધરાવતા મહેશભાઈ વિનોદભાઈ તલસાણીયા નામના વેપારીએ બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું તે ગઈકાલ બપોરના સમયે તેઓ તેની ઓફિસે હતા ત્યારે ઓફિસ બહાર શાકભાજી ની ગાડી આવી હોવાથી તેઓ પોતાની ગાડી સાઈડમાં રાખવા માટે ગયા હતા તે સમયે તેઓ ઓફિસના ટેબલ ઉપર તેમના કબાટની ચાવી મૂકી હતી. વેપારી ગાડી સાઈડમાં રાખીને પોતાની ઓફિસમાં પરત ફરિયા તેટલા સમયમાં જ બેઠો ચાવી લઈ કબાટ ખોલી તેમાં રાખેલ રૂપિયા 1.70 લાખ અને તેની પત્નીના આધારકાર્ડ પાનકાર્ડ તથા ત્રણ એટીએમ સહિતનો સામાન ચોરી ગયા હોવાની જાણ થતા તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.