Abtak Media Google News

સુરેન્દ્રનગર એલ.સી.બી.એ ગેડીયા ગેંગના  સાગ્રીતને ઝડપી 30 ગુનાનો ભેદ ઉકેલાયો

ઝાલાવડ પંથકમાં  તરખાટ મચાવનાર  અને 13 ગુનામાં વોન્ટેડ વધુ 17 સ્થળે ખાતર પાડનાર રીઢા તસ્કરને પાટડી તાલુકાના  મોટી મજેઠી ગામના પાટીયા પાસેથી એલ.સી.બી. એ.ઉઠાવી લઈ 30 ગુનાનો ભેદ ઉકેલી  રૂ.26 હજારનો મુદામાલ કબ્જેકર્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં વધતીજતી ચોરીના બનાવોને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો  ભેદ ઉકેલવા એસ.પી.હરેશ દુધાતે આપેલી  સુચનાને પગલે ક્રાઈમ બ્રાંચના પી.આઈ.  વી.વી. ત્રિવેદી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.

પાટડી તાલુકાના સિધસર ગામનો મોહસીન નશીબ જત મલેક નામનો શખ્સ ચોરીના ગુનામાં વોન્ટેડ માલવણ-વિરમગામ હાઈવે  પર મજેઠી ગામનાપાટીયા પાસે શંકાસ્પદ હાલતમાં હોવાની પીએસઆઈ વી.આર.જાડેજા સહિતના સ્ટાફે ગોઠવેલી  વોંચમાં મોહસીન જત મલેકનીઅટકાયત કરી પ્રાથમિક  પૂછપરછમાં બજાણા પોલીસ મથકના ચોપડે 12 મળી 13 ગુનામાં વોન્ટેડ દરમિયાન  મંદિર ચોરી, ઘરફોડી અને મારામારી સહિત 17 ગુના આચર્યાનીકબુલાત આપતા બાઈક મોબાઈલ મળી રૂ.26 હજારનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલો શખ્સ સામે સરખેજ , સાણેજ, વિરમગામ, સુરેન્દ્રનગર, પાટડીઅને બજાણા પોલીસ મથક મળી 14 ગુનામાં સંડોવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.