- રામગઢ ગામે રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
- સોના-ચાંદી, રોકડ સહીત 1 લાખ 70 હજારની ચોરી
- પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળે છે. કાં…તો…મંદિરમાં, કાં…તો…ઘરમાં અને કાં…તો… દુકાનમાં ચોરી થતી હોવાના બનાવો સામે આવતા હોય છે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકો જાણે ક્રાઈમનું હબ બન્યું હોય તેવુ દેખાય રહ્યું છે. ત્યારે ફરી એકવાર ધ્રાંગધ્રાના રામગઢ ગામે રહેણાંક મકાનમાં અને દુકાનમાં સોના, ચાંદી અને રોકડ રકમ સહીત 1 લાખ 70 હજારની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
ધાંગધ્રા તાલુકાના રામગઢ ગામે એક દુકાનમાં રોકડ રકમ તથા રહેણાંક મકાનમાં સોના, ચાંદી અને રોકડ રકમ સહિત અંદાજિત એક લાખ 70,500 હજાર રૂપિયાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરીને નાસી છૂટ્યા હતા. આ દરમિયાન મકાન માલિક દ્વારા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, ધાંગધ્રા શહેરમા છેલ્લા 1 મહિનામાં અનેક ચોરી થઈ હોવાની ઘટનાઓ બની છે ત્યારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ધાંગધ્રા તાલુકાના રામગઢ ગામે એક દુકાનમાંથી તાળું તોડી અને રોકડ રકમ 70,000 તથા એક રહેણાંક મકાનમાં સોના, ચાંદી અને રોકડ રકમ સહિત અંદાજિત એક લાખ 70 હજાર 500 રૂપિયાની અજયણા શખ્સો દ્વારા ચોરી કરીને નાસી છૂટ્યા હતા. ત્યારે મકાન માલિક અને દુકાન માલિક દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વઘુ તપાસ હાથ ધરી છે. ત્યારે આવી ધટનાઓ પોલીસ માટે પણ પડકાર સાબીત થઈ છે.
ધ્રાંગધ્રા તાલુકામાં દિનપ્રતિદિન ચોરી અને ક્રાઈમની ધટનાઓથી કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો સેવાઈ રહ્યા છે. જ્યારે આ ચોરીની ઘટનાઓને લઈને વિસ્તારમાં પણ ચર્ચાઓએ જોર પકડયું છે. પરંતુ હાલ તો તાલુકા પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : સલીમ ઘાંચી