Abtak Media Google News

 

રાંકનું રતન અગરીયા પરિવારના તેજસ્વી સંતાનનો હાથ પકડી સંસ્થાએ લાખોનો ખર્ચ ઉઠાવ્યો

 

જ્યારે એકનો એક દિકરો પરષોત્તમ છનુરા નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતો.જેમાં ધો.10 બોર્ડમાં 87 પર્સન્ટાઇલ અને ધો.12માં 71 પર્સન્ટાઇલ સાથે ઉતીર્ણ થયા બાદ એને આગળ મેડીકલ લાઇનનો અભ્યાસ કરી આગળ ભણવું હતુ. પણ ચાર વર્ષના કોર્સમાં મેડીકલ લાઇનમાં એક વર્ષની કોલેજ ફી રૂ. 1.10 લાખ અને હોસ્ટેલનો ખર્ચો મળી ચાર વર્ષના અંદાજે રૂ. 5 લાખની ફી ભરવી આ ગરીબ પરિવાર માટે મુશ્કેલ નહીં પરંતુ અશક્ય હતી.

અગરિયાના આ દિકરાના હાથમાં હવે દંતાળાના બદલે ઇન્જેક્શન હશેઆથી અગરિયા હિત રક્ષક મંચના હરણેશભાઇ પંડ્યા, પંક્તિબેન જોગ અને ભરતભાઇ સોમેરાએ આ અગરિયા પુત્રની ભણવાની ઉત્કંઠા અને પ્રતિભા નિહાળીને એનો મેડીકલ કોલેજનો તમામ ખર્ચ ઉપાડી લઇ એને સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં એડમીશન અપાવતા એણે પુરી લગન સાથે ભણવાની શરૂઆત કરી હતી.એકબાજું પરષોત્તમ છનુરાના માતા-પિતા અને ત્રણેય બહેનો આજેય રણમાં મીઠું પકવવાનું કામ કરે છે, ને બીજી બાજુ આ અગરિયાના દિકરાએ મેડીકલ ક્ષેત્રે 62 % માર્ક્સ સાથે ઉત્તીર્ણ બની નામના મેળવી “ખારા રણમાં મીઠી વિરડી સમાન” કામ કર્યું છે. રણમાં મીઠું પકવતા અગરિયાના આ દિકરાના હાથમાં હવે દંતાળાના બદલે ઇન્જેક્શન હશે. મીઠું પકવતા અગરિયાનો દીકરો હવે એમબીબીએસ કરવાની સાથે ડોક્ટર બન્યો છે. અને હવે તે અગરિયા વિસ્તારમાં જ નોકરી કરી મીઠા કામદારોની આરોગ્ય સેવા કરવાની ઇચ્છા ધરાવે છે.ખો-ખોમાં નેશનલ લેવલે સિલેક્ટ થયો હતો

ખો-ખો સ્પર્ધામાં ગ્રામ્ય, તાલુકા, જીલ્લા, ઝોન અને રાજ્ય લેવલ સુધી રમી એવોર્ડ જીતવાની સાથે છેક નેશનલ ખો-ખો ટીમમાં પણ સિલેક્ટ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.