Abtak Media Google News
  • કળયુગી ‘શ્રવણ’ના હાથે લોહીના સંબંધની હત્યા
  • છેલ્લા 12 વર્ષથી માનસિક બીમાર જ્યોતિબેનને ગળેટુંપો દઈ પુત્ર નિલેષ યુનિવર્સીટી પોલીસ સમક્ષ હાજર

રાજકોટમાં શહેરમાં સમાજ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતો કિસ્સો સામે આવ્યો છે. કળયુગી શ્રવણના હાથે લોહીના સંબંધની હત્યા કરવામાં આવી છે. જનેતાની કરપીણ હત્યા નીપજાવી પુત્રએ સોશિયલ મીડિયા પર માતાને મોતને ઘાટ ઉતારી દીધાની પોસ્ટ મૂકી દીધા બાદ પોતે જ પોલીસ સમક્ષ હાજર થયાંનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ભગતસિંહ ગાર્ડણ પાછળ આવેલ આરએમસી ક્વાર્ટરના બ્લોક નંબર 103માં નીલેષ જસવંતગીરી ગોસ્વામી તેની માતા જ્યોતિબેન જસવંતગીરી ગોસાઈ(ઉ.વ.46) સાથે રહેતો હતો. માતા જ્યોતિબેન છેલ્લા 12 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. પુત્ર નિલેષ જ માતાની સારસંભાળ રાખતો હતો તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે.

ત્યારે આજે સવારે પુત્ર નિલેષે જનેતા જ્યોતિબેનને દુપટ્ટાં વડે ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાની નિર્મમ હત્યા નીપજાવ્યા બાદ કપાતર પુત્રે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે અંગ્રેજીમાં લખ્યું હતું કે, ’મેં મારી માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. હું જીવન હારી ગયો છું, મમ્મી મને માફ કરજે, ઓમ શાંતિ, હું સદાય તને યાદ કરીશ.’

સોશિયલ મીડિયામાં માતા સાથેનો ફોટો મૂકીને પુત્ર નિલેષ પોતે જ યુનિવર્સીટી પોલીસ મથક સમક્ષ હાજર થઇ ગયો હતો અને પોતે જનેતાની હત્યા નીપજાવી દીધાનું જણાવ્યું હતું. માતાનો મૃતદેહ હજુ પણ મકાન ખાતે પડેલો છે તેવું જણાવતા કપાતર પુત્રને કસ્ટડીમાં લઇ યુનિવર્સીટી પોલીસના પીએસઆઈ બોદર સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં જ્યોતિબેન ગોસાઈનો મૃતદેહ નીચે પડેલો જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

બીજી બાજુ પોલીસે કપાતર પુત્રને કસ્ટડીમાં લઇ હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી હત્યા કરવા પાછળનું સચોટ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

નિલેષે સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટમાં શું લખ્યું?

નિલેષે માતાની હત્યા નીપજાવ્યા બાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જે પોસ્ટમાં નિલેષે અંગ્રેજીમાં કરેલું લખાણ અહીં શબ્દસહ રજૂ કરવામાં આવ્યું છે. ’આઈ એમ કિલ ટુ માઈ મોમ, લોસ માઈ લાઈફ, સોરી મોમ, ૐ શાંતિ, મીસ યુ મોમ’.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.