Abtak Media Google News

મંજુરી મળતા ગુજરાતીઓમાં આનંદની લાગણી ફેલાઈ  

“ગુજરાત ની ગાથા” ગીત ને શુટિંગ માટે સોમનાથ ટ્રસ્ટ ની મંજુરી મળતા ગુજરતી ઓ માં આનંદ ની લાગણી ફેલાણી… 

“વિશ્વાસ ફિલ્મ્સ”ગીર સોમનાથ નાં નિર્માતા ભગુભાઇ વાળા દ્વારા ગૂજરાત રાજ્યના સ્થાપના દિવસે 1 મે નાં રોજ સવ ગુજરાતીઓને ધરેલ ભેટ સ્વરૂપે આ ગીત ને યોગ્ય ન્યાય મળી રહે તે માટે વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર નાં પટાંગણ માં શુટિંગ માટે નો આગ્રહ રાખતા સોમનાથ ટ્રસ્ટ નાં જનરલ મેનેજર  ચાવડાને રૂબરૂ મળી વિનંતિ કરતા ચાવડાએ  ગૂજરાત ની ગાથા ગીત ની જાણકારી મેળવી તા.26   એપ્રિલ એક દિવસ માટે જરૂરી મંજુરી આપતા આનંદ ની લાગણી ફેલાય છે…

આ ગીત ની વિશેષતા એ રહી છે કે આ ગીત ગૂજરાત નાં મશહૂર ગીતકાર એવા કવિ ગ્વાલ (ભીખુભાઈ રાજપરા- વિરપુર) દ્વારા વિશ્વાસ ફિલ્મ્સ નાં નિર્માતા ભગુભાઇ વાળા ને ભેટ સ્વરૂપે આપતા

આ ગૂજરાત ની ગાથા સ્વરૂપે રચાયેલ ગીત ની ગુંજ દેશ વિદેશ માં વસતા દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડવાની નેમ સાથે આ ગીત ને રાજકોટ નાં સ્ટુડિયો યશ માં ગાયક બેલડી નિરવ રઘુવંશી તથા શ્રી મતી જોષના રઘુવંશી નાં સ્વર માં તેમજ પરવેઝ શેખ નાં સંગીત માં કલીમ ઉસ્તાદ નાં પોગ્રામિંગ માં મુકેશ જેશીંગ નાં યશ સ્ટુડિયો માં 15 મિનિટ માં ગૂજરાત ની સારી ગાથા નાં વર્ણન સાથે ત્યાર કરવામાં આવેલ છે.

આ સંપુર્ણ ગીત નું ફિલ્માંકન નિર્માતા નાં પરમ મિત્ર એવા”બંશી ફિલ્મ્સ”જૂનાગઢ નાં માલિક એવા જેતસી ભાઇ નેભાભાઈ મૂળી યા શીયા પોતાના વિશાળ અનુભવ નાં સથવારે કરી રહેલ છે.

નરેશ કનોડિયા- હિતું કનોડિયા- ફિરોઝ ઈરાની- શ્રી કાંત સોની- મમતા સોની- મોના થીબા- મીના શર્મા- હિતેન કુમાર સહીત નાં કલાકારો સાથે સફળતા પૂર્વક કામ કરી ને ગુજરતી સિને જગત માં અનેરી ઓળખ ઊભી કરિયા ની નિર્માતા ભગુભાઇ વાળા ની અખબારી યાદી માં જણાવાયું છે…

પ્રદેશ કોંગ્રેસ ના મહિલા આગેવાન એવા ઉષાબેન કુસકીયા એ “ગુજરાત ની ગાંથા” માં પોતાના અભિનયના ઓજસ પાથર્યા

“વિશ્વાસ ફિલ્મ્સ” ગીર-સોમનાથના નિર્માતા ભગુભાઈ વાળા દ્વારા પેલી-મેં ના રોજ ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસે સૌ ગુજરાતીઓને ભેટ રૂપે આપેલ આ સોન્ગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન એવા ઉષાબેન કુસકીય એ પોતાના અભિનયના ઓજસ પાથરી-નિર્માતા-દિગદર્શક-ડાયરેક્ટર-ફોટો ગ્રાફર સહિતનાને આશ્ચર્ય માં મૂકી દીધા હતા. અભિનયમાં શબ્દો હતા જગદંબાની જલતી જ્યા જ્યોત હજારો. પીર પેગંબર ની શોભતી મજારો. સન્માને ધરમ સર્વે …. હોય ઈદ કે દિવાળી… ધન્ય ધરા ગુજરાતની સારી…. હિન્દૂ મુસ્લિમ એકતાને એક સૂત્રતા ના તાતણે બાંધતા આ ગીતમાં ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરવાનો  પૂરતો  પ્રયાસ સૌરાષ્ટ્ર ના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર એવા પંકજભાઈ નિમાવત એ પુરા પ્રયત્ન કરી આ સોંગને પેલી – મેં ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસે રિલીઝ કરવાની ખાતરી આપેલ હોવાનું નિર્માતા ભગુભાઈ વાળા ની અખબારી યાદી માં જણાવાયું છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.