Abtak Media Google News

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર…

૨૧ અને ૨૨ ડિસેમ્બરે હોટલ સીઝન્સમાં ૨૨ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે: સમૂહ લગ્નમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા લાખોના કરીયાવર અપાશે

મા-બાપ વિનાની નિરાધાર જરૂરીયાતમંદ વહાલુડીઓનાં વિવાહ માટે ૩ થી ૧૮ સપ્ટેમ્બર સુધી ફોર્મ વિતરણ થશે: જાજરમાન આયોજનની વિગત સાથે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી

દીકરી તેનું સૌભાગ્ય તેના જન્મની સાથે જ લઈને અવતરે છે. એવું આપરા શાસ્ત્રોમાં કહેવામા આવ્યું છે. અને સાચે જ દીકરીનો જન્મ થતા જ પરિવારમાં સુખ, સમૃધ્ધ, ઐશ્ર્ચર્ય અને હર્ષોલ્લાસનું વાતાવરણ પ્રસરી જતુ હોય છે અને એટલે જ દીકરીને વ્હાલનો દરિયો, તુલસીનો કયારો, તેમજ દીકરી એટલે આર્શિવાદરૂપે મળેલા ઈશ્ર્વર જેવા અનેકો અનેક પ્રેરણા વાંચક શબ્દોથી સંબોધવામાં આવે છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે. ત્યારથી જ તેના મા-બાપ ભવિષ્યમાં દીકરી માટે સારો વર, સારૂ ઘર અને પરિવાર ગોતી રંગેચંગે સાસરે વળાવવાના સપનાઓ જોવા માંડતા હોય છે.દીકરી જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તેના લગ્ન પ્રસંગ અંગેની તેના માતા પિતાની ચિંતા વધતી જાય છે.

એમાય જયારે કોઈ દીકરીના માતા પિતા હયાત ન હોય, પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી હોય, નિરાધાર હોય કે આર્થિક રીતે અત્યંત જરૂરીયાત મંદ પરિવારમાં દીકરીના વિવાહનો પ્રસંગ આંગણે આવીને ઉભો રહે ત્યારે આ ચિંતા ખૂબજ વધારે જોવા મળે છે. રાજકોટને ભાગોળે ઢોલરા ગામે દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની ૧૫૧ જેટલા કર્મષ્ઠ કાર્યકર્તાઓની ટીમ દ્વારા આગામી તા.૨૧ અને ૨૨ મી ડીસે.ના રોજ રાજકોટનાં આંગણે વહાલુડીના વિવાહ નામે એક સાથે ૨૨ દીકરીઓના જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને સંસ્થા દ્વારા આ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવની તડામાર તૈયારીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે.

વહાલુડીના વિવાહનું સતત બીજા વર્ષે જાજરમાન આયોજન કરવામા આવી રહ્યું છે. આ તકે કીરીટભાઈ આદ્રોજાના જણાવ્યા પ્રમાણે, જાણે કે હમણાજ કોઈ પ્રસંગ પૂર્ણ થયો અને તુરંત જ બીજો પ્રસંગ આવી ગયો હોય તેવી લાગણી અનુભવાઈ રહી છે. આ જાજરમાન સમૂહ લગ્નોત્સવ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો હતો. જોકે કેટલીક ક્ષતિઓને બાદ કરતા આ સમુહ યાદગાર બની ગયા હતા અને હવે આ વર્ષે પણ વધુ સારા બને તેવા પ્રયત્ન કરાશે. સમગ્ર આયોજન દિવ્ય અને ભવ્ય બની રહે તે માટે રાજકોટના જાહેર જીવનના, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોના ૧૫ મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવશે જેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.

The-Sons-Home-Aging-Organized-The-Second-Consecutive-Year-Of-Marriage-Of-Vahludi
the-sons-home-aging-organized-the-second-consecutive-year-of-marriage-of-vahludi

આ અગજેની વિશેષ માહિતી આપતા પ્રતાપભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો. નિદતભાઈ બારોટ, વલ્લભભાઈ સતાણી, ધીરૂભાઈ રોકડ, ઉપેનભાઈ મોદી, હરેશભાઈ પરસાણા, હસુભાઈ રાચ્છ સહિતના અગ્રણીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી તેમના જણાવ્યામુજબ જેવી રીતે સુખી સાધન સંપન્ન પરિવારની દીકરીઓના લગ્ન પ્રસંગ ઉજવાતો હોય તેવી રીતે આ લગ્ન પ્રસંગ ઉજવવામાં આવશે જેમાં તા.૨૧.૧૨.૧૯ના શનિવારના રોજ સવારે ૮ થી ૧ કાલાવડ રોડ સ્થિત ભાવભૂમિ પાર્ટી પ્લોટમાં દીકરીઓની મહેંદી રસમ તથા સંગીતના કાર્યક્રમ તેમજ એજ દિવસે રાત્રીના સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા વ્હાલનો દરીયો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવશે. તા.૨૨.૧૨.૧૯ને રવિવારના રોજ હોટલ સીઝન્સમાં ફૂલોનાં શણગાર સજેલા મંડપોમાં શાસ્ત્રોકત વિધિથી જે તે જ્ઞાતિના રીત રીવાજ મુજબ લગ્નવિધિ કરી, લાખેણી જાનોનું સ્વાગત કરી, આગતા સ્વાગતા સાથે ચા પાણી, નાસ્તા અને ભાવના ભોજનીયા આરોગાવી લગ્નના માંડવેથી કન્યાદાન કરી વહાલુડીને વિદાય આપવામાં આવશે. આ લગ્નોત્સવની ૨૨ દીકરીઓને સંસ્થા પરિવાર તથા દાતાઓનાં સહયોગથી અંદાજે ૨ લાખથી વધુ રકમનું કન્યાદાન સહિત કરીયાવરમાં તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓની સાથોસાથ ૨ તોલા સોનાના દાગીનાની ભેટ આપવામાં આવશે.

વહાલુડીના વિવાદ લગ્નોત્સવમાં કોઈપણ જ્ઞાતિ કે જાતીના ભેદભાવ વગર આર્થિક રીતે જરૂરીયાતમંદ ગરીબ પરિવારની માતા પિતાની છત્રછાયા ગુમાવના કે પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવનાર ૨૨ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે જેના ફોર્મનું વિતરણ આગામી તા.૨.૯.૧૯ થી તા.૧૮.૯.૧૯ સુધી ૩૦૫ ગૂરૂરક્ષા કોમ્પ્લેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ સરનામેથી કરવામાં આવશે. ઉપરોકત સમયગાળા દરમિયાન આવેલ ફોર્મમાંથી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા બનાવવામાં આવેલ ટીમ દ્વારા આવેલ અરજીઓની સ્થળ અને જાત તપાસ કરીને ખરેખર જરૂરીયાતમંદ ૨૨ દીકરીઓની આ લગ્નોત્સવ માટે પસંદગી કરવામાં આવશે.

વહાલુડીના વિવાહએ રાજકોટ માટે અદભૂત અને અવિસ્મરણીય પ્રસંગ બનાવવાની દીકરાનું ઘર વૃધ્ધાશ્રમની ટીમનો સનિષ્ઠ પ્રયાસ રહેશે. આ પ્રસંગને ઉજવવામાં કાંઈ કચાસ ન રહી જાય તેની ઝીણવટભરી કાળજી અત્યારથી લેવામાં આવી રહી છે. મહેંદી રસમ, સંગીત સંધ્યા, મંડપ સુશોભન, જાનનું સ્વાગત, કન્યાનો શરગાર, કરીયાવરની તમામ નાની મોટી ચીજ વીસ્તુઓની ખરીદી , તેની ઉતમ ગુણવતા અને તેનું પેકીંગ, ચા નાસ્તો, જમવાની વ્યવસ્થા, પરિણય પ્રસંગો, દાંડીયા રાસ, પીઠી, હસ્તમેળાપ, કન્યા વિદાય વગેરે તમામ બાબતોનો ઝીણવટભર્યો ખ્યાલ રાખવા અલગ અલગ કમીટીની રચના કરવામં આવી છે અને આ કમીટી દ્વારા તેમને સોંપવામાં આવેલ કામગીરીઓની તડામારી તૈયારી પણ આરંભી દીધી છે. ગરીબ પરિવારની જરૂરીયાતમંદ, મા બાપની છત્રછાયા ગુમાવનાર નિરાધાર દીકરીઓ, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ આયોજન વહાલુડીના વિવાહના માધ્યમથી પરિણયના પંથે પગલા પાડે તેમા નિમિત બનવા અને પૂણ્યમાં સહભાગી થવા સૌ પરિવારોને સંસ્થા પરિવાર દ્વારા આહવાન પણ આપવામાં આવ્યું છે.

સમગ્ર આયોજનની વ્યવસ્થા સંદર્ભે ડો. મયંકભાઈ ઠકકર, હેમલભાઈ મોદી, રાકેશભાઈ ભાલાળા, પ્રવિણ હાપલીયા, યશવંતભાઈ જોષી, અવિશ્ર્વનભાઈ પટેલ, હરેનભાઈ મહેતા, ચેતન પારેખ સહિતના કાર્યકરો વ્યવસ્થા જોઈ રહ્યા છે. આ સમગ્ર આયોજનમાં દિકરીઓને આશિર્વાદ રૂપે કરીયાવર રૂપી ભેટ આપવા ઈચ્છતા દાતાઓ વિશેષ માહિતી માટે મુકેશ દોશી ૯૮૨૫૦ ૭૭૭૨૫, સુનીલ વોરા ૯૮૨૫૨ ૧૭૩૨૦ નલીન તન્ના ૯૮૨૫૭ ૬૫૦૫૫ અને અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬નો સંપર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.