• આપણી લોક સંસ્કૃતિમાં પક્ષીઓનું વિશેષ મહત્વ રહ્યું છે : યંત્ર યુગ શરૂ થયા પહેલા આપણી પ્રકૃતિના બધા તત્વો આપણી ખુબજ
  • નજીક હોવાથી તે બધા આપણી જીવનશૈલી સાથે જોડાયેલા હતા: ફકત ત્રણ દશકામાં જ આંગણાના પક્ષીઓ લુપ્ત થઇ ગયા

આપણું જીવન પાણી, વૃક્ષ અને પંખીઓના કલરવ વચ્ચે ખીલ્યું છે. ત્રણ દાયકા પહેલા પક્ષીઓનો ‘કલરવ’ એક વૈભવ હતો, જેમાં સૌ સાથે મળીને આસપાસના વાતાવરણમાં શ્રેષ્ઠ ભૌગિલીક વાતાવરણમાં જીવતાં હતા. હવા, પાણી, ખોરાક ચોખ્ખા અને ચોખ્ખા મનમાં માનવી સાથે હળી મળીને રહેતા તમામ પરિવારો આનંદોત્સવ સાથે તહેવારો ઉજવતાં હતા.

ચકો લાવ્યો ચોખાનો દાણોને ચકી લાવી મગનો દાળો. બન્નેએ રાંધી ‘ખીચડી’ આવા સુંદર બાળ કાવ્યો આજે ફકત પુસ્તકોમાં જ રહી ગયા છે. આજે કોઇ આવા સરળ જાગૃતિ ફેલાવતા બાળગીતો ગાતા જ નથી. સિમેન્ટના જંગલોમાં આજે પંખીઓના માળા લુપ્ત થઇ ગયા છે. પહેલા તો ચકલીનાં માળા આપણા ઘરમાં જ હતા ને ‘કાગડા’ નો માળો તો ઝાડ પર ચડીને જોવા જતા હતા. આજે માનવી પંખીઓનો કલરવ ભૂલી નથી ગયો પણ કયાંય સાંભળવા મળતો જ નથી, તેથી દુ:ખી હ્રદયે શહેરથી દુર જંગલોમાં પ્રાકૃતિક સ્થળોએ જોવા જઇને આનંદ લઈએ છીએ.

ફોટાની પાછળ બનતા માળા આજે લુપ્ત થયા તો આપણાં  ઘરમાં આજે વડીલો કે ભગવાનના એ ફોટા જ ગાયબ થઇ ગયા છે. આપણે જીવન જીવવા હવા-પાણી અને ખોરાકની જરૂર પડે છે, તેવી જ રીતે આપણા ઘર આંગણાની શોભા માટે પશુ-પંખીઓ જરૂરી છે. હજી હમણા જ એટલે કે ત્રણ દાયકા પહેલા કેટલા બધા પશુ-પંખીઓ આપણાં આંગણા કુદતા રમતા હતા. આ સમયની પણ એક મજા હતી. ચોમાસામાં શેરીમાં વરસાદી પાણીમાં નિકળતી પેલી નાનકડી ‘દેડકી’ કેટલો આનંદ આપી જતી હતી. આપણાં કોમળ હાથમાં રમાાડતાને મિત્રોને બતાવતા, નાનકડી કાચની શીશીમાં બે ત્રણ મકોડાને પૂરીને કેવી રીતે ટોળે  વળીને તેની હલચલ જોતા હતા. સરકારી શાળામાં ‘પંખી બની ઉડી જઇએ હો હો.. ચાંદામામાનાં દેશમાં તથા જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી’ જેવા સુંદર ગીતોમાં પણ જાણે આપણે જંગલમાં હોય તેવો આનંદ માણતા.

એ સમયે આપણાં ઘરની રચના સંયુકત કુટુંબ મોટા ફળીયા, નળિયાવાળા મકાનો વિગેરેમાં આપણું આસપાસનું વાતાવરણ પર્યાવરણથી ભરપૂર હતું. ચકલી, કાબર, કાગડો, કબુતર, ટીટોડી, પોપટ, હોલો, મોર, કોયલ જેવા અનેક પક્ષીઓ સાથે બિલાડી, ગાય, ભેંસ, કૂતરો, બકરી, ઊંટ, ઘોડો જેવા પશુઓ અને નાનકડા જીવજંતુઓમાં માખી ઉડતા મકોડા, ભીત ગરોડી, ઊંદર, દેકડા વિગેરે આપણા ઘર આસપાસ જોવા મળતા જ અને આપણી સાથે રહેતા કુતરીના નાના નાના બચ્ચા આપણી આંખ સામે મોટા થતાં, તેના નામ, તેની સાથે ભાઇબંધોની ટોળી રમતમાં જ ઘણું બધુ શિક્ષણ મળી જતું ચકલીમાં નોન સ્ટોપ ચીં ચીં. અવાજ, બિલાડી કે મોટું શિકારી પક્ષી આવવાની ચેતવણીરૂપે કરતી હતી.

શેરીમાં આવતો મદારી, નાગ, સસલું, નોળીયો બતાવતો જાદુ કરતો, લડાઇ બતાવતો, વીંછી મોઢામાં નાખીને સૌને દંગ કરતો, આપણે ફકત થોડો લોટ કે નાનકડા પૈસા આપીને જલ્વો માણતા હતા. નળીયા કે છાપરાવાળા ઘરમાં ચકા-ચકલીના માળા, નાનકડા બચ્ચાને તે ઊડતા શીખવે, આપણે પકડતા ત્યારે કેવો આનંદ લેતા હતા. બપોર વચ્ચારે ‘ચીંચીં’ નો અવાજ સાંભળીને આનંદોત્સવ કરતા. આપણા ઘરની છબી પાછળ ચકલી માળો બનાવતી, એક એક તણખલું ભેગું કરીને ગુંથળી કરતી તેને જોવાની કેવી મઝા હતી. આપણે એ જમાનામાં આપણા ફળીયામાં ચણ નાખતા . બિલાડીના નાનકડા બચ્ચાને પકડીને રમાડતા તો, કુતરાના પગના નખ ગણતા. બાકસનાં ખોખામાં નાનકડા જીવ જંતુને પુરતાને મિત્રોની મઝાક મસ્તી કરતાં શેરીના નાકે આવેલી ફરસાણની દુકાને કાબર ગાંઠીયા ખાતી હોય તે ખાસ જોવા જતાં, એ જમાનામાં પોપટનું ટોળુ આપણા ઘરના છાપરે આવતું ને કલરવ કરી મુકતા અને હોલાનું ઘુ. ઘુ.. ઘુ જેવા અવાજ બહુ જ ગમતો, અને આપણે પણ બોલતા.

કાગડો ઘર પાસે બોલે એટલે મહેમાન આવશે તેવી વાયકા  હતી. શ્રાઘ્ધ ખાવા આવતા, આજે તે કયાંય જોવા મળતા જ નથી. પોપટના ટોળામાં કાંઠલા વાળા પોપટ કેટલા તે ગણતા હતા. શિક્ષણ લેતા લેતા આ પર્યાવરણ આપણે સ્વઅઘ્યયનથી જાતે શિખ્યા છીએ. સંઘ્યા ટાણે ચામાચિડીયું ખુલ્લા પટમાંથી આકાશે જોતા. છાપરે અગાસી કે ફળિયામાં સુતા હોય ને પક્ષીઓના કલરવે ને કુકડાની કુ કુ. કુ અવાજ માત્રથી ઊંઘ ઉડી જતી હતી. આ સોનેરી દિવસોને હજી દસ હજાર જ દિવસ થયા છે. વધતા વિકાસે વૃક્ષોને તોડતા, મોટા મકાનો નાના થયા ને સિમેન્ટનાં જંગલોમાં અત્યારે માનવી એકલો થઇ ગયો. ત્યારે આંગણના પશુ-પંખીઓ સંગાર્થે ગોલ્ડન દિવસો હતા. આજે સ્માર્ટ યુગમાં તમે અને તમારો મોબાઇલ જ છે, શું આ જીંદગી તમે માણો છો, સાચી જીંદગી તો એ હતી. સિંહ કે હાથી જેવા જંગલી પ્રાણીઓ સગી આંખ સામે જોયા હોય તેનો આનંદ મહિનાઓ સુધી રહેતો. પાણીમાં તરતી માછલીઓને કલાકો જોતાને પકડવાની રમતો રમતા રમતા નદી કાંઠે જ સાંજ પડી જતી.

આપણે ત્યારે તેનાં વગર જીવી ન શકતા કુતરા, ગાયને રોટલીને પક્ષીઓને ચણ નાંખતા. ચબુતરે આવતા વિવિધ પક્ષીઓના ટોળાની સામે કલાકો બેસીને તેના જીવન વિશેની વાતો કરતાં ને મિત્રોને કહેતા, ત્યારે કેવો જ્ઞાન ભંડાર હતો. આપણી પાસે  સૌ  મિત્રો  એક બિજાની વાત માની જતાં હતા.

આંગણાના પશુ, પંખીનો વૈભવ હતો. તેના અવાજોની નકલો કરતાં કરતાં કયારે આપણે આ બનાવટી દુનિયામાં આવી ગયા તેની ખબર જ ન રહી. ગાયની વાછડી, બકરીનું બચ્ચુને કુતરીના ગલુડીયાને રમાડવાની મઝા જ કંઇ ઔર જ હતી. ખરેખર.. ત્યારે સાચો આનંદ હતો.. આપણો સાચો મિત્રો હતો. પર્યાવરણ અને સાચી રીતે તેનું જતન કરતાં ને આપણે સૌ લિલાલ્હેર કરતા. શું આવશે એ ફરી પાછા દિવસો , આજે તો એ કંઇ જ નથી છે, બસ ‘આનંદ વગરનું જીવન’ જેમાં આજનો માણસ ‘પ્લાસ્ટીક’ના ફૂલને પાણી પીવડાવી સંતોષ માને છે!!

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.