રિઝર્વ બેન્કનો રિવર્સ રેપોરેટ વધારવા તખ્તો તૈયાર

બજાર ટનાટન હોવાથી અને દેશની આર્થિક સ્થિતિ મુજબૂત થતા લેવાશે નિર્ણય

કોરોનાની કપરી પરિસ્થિતિ બાદ બજારની સ્થિતિમાં ઘણા અંશે સુધારો આવ્યો છે અને બજાર ટનાટન જોવા મળી રહી છે ત્યારે બેન્ક ઓફ ઇન્ડિયા તેના રિવર્સ રેપો રેટમાં વધારો કરે તે માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. જે અંગેનો નિર્ણય આગામી મોનેટરી પોલિસી ની કમિટીની બેઠકમાં લેવાશે તેવું સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે. તજજ્ઞોનું માનવું છે કે રિવર્સ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટનો વધારો કરવામાં આવશે જે અંગેનો નિર્ણય ડિસેમ્બર ૬ થી ૮ દરમ્યાન જે બેઠક યોજાવાની છે તેમાં લેવાશે.

રિઝર્વ બેંકના તજજ્ઞોનું માનવું છે કે આ સ્થિતિ પાછળ ઘણા હકારાત્મક પાસાઓ જોવા મળી રહ્યા છે જેમાં કોવિડ કેસોમાં ઘટાડો, ઝડપી રસીકરણ નોકરીમાં વધારો અને સાર્વત્રિક રીતે દેશની અર્થવ્યવસ્થા સુંધરતાની સાથે જ બેંકનો રિવર્સ રેપો રેટ વધવાની આશા જાગ્રત થઈ છે. કેટલા અંશે બેન્કનો રિવર્સ રેપોરેટ વધારવો તે માટે ફુગાવાનો દર સહિતની અનેક મુદ્દે ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.

ઘણા આર્થિક તજજ્ઞોનું માનવું છે કે આગામી નાણાકીય વર્ષ 2022માં દેશનો વૃદ્ધિદર નવ ટકા સુધી પહોંચી જશે અને ત્યારબાદ આ આંકડો ડબલ ડિજિટ માં પણ જોવા મળશે જેનું મુખ્ય કારણ એ છે કે બજારની સ્થિતિ ખૂબ જ સારી થઈ રહી છે અને દેશની આર્થિક સ્થિતિમાં પણ ઉન્નતી જોવા મળે છે.

ત્યારે રિવર્સ રેપો રેટ વધતા બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. સામે રિવર્સ રેપો રેટમાં વધારો થતા કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળી શકશે અને આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.