Abtak Media Google News

નીતા બહેન મહેતા

આજથી શ્રાવણ માસ નો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસમાં વ્રત ભક્તિ પૂજા કરીને ભક્તો પુણ્ય પ્રાપ્ત કરે છે. દેવોના દેવ મહાદેવની પૂજા ભક્તિ માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ મહિનો કહેવાય કારણ કે ભગવાન શિવને શ્રાવણ માસ અતિપ્રિય છે. ભગવાન શિવની પૂજા શિવલિંગ સ્વરૂપે થાય છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગની પૂજામાં સૌપ્રથમ બિલ્લીપત્ર ચડાવીને પાણીનો અને ત્યારબાદ દૂધનો અભિષેક કરવામાં આવે છે. પરંતુ દૂધનો અભિષેક શા માટે એ તમને ખબર છે ? તો ચાલો આજે આપણે જાણીએ….

દેવ અને દાનવ વચ્ચે જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે સૌ પ્રથમ એમાંથી હળાહળ વિષ નીકળ્યું. આ વિષથી સૃષ્ટિને બચાવવા ભગવાન શીવે વિષ પાન કરી લીધું.વિષ ને એમણે ગળામાં જ રોકી રાખ્યું જેથી ગળું નીલા રંગનું થઈ ગયું. તેથી ભગવાન શિવ “નીલકંઠ” કહેવાયા. ભગવાન શિવના ગળામાં હળાહળ ઝેર જવાથી તેમનું શરીર તપવા લાગ્યું, બધા દેવોએ શિવજી ઉપર શીતળ જળનો અભિષેક કર્યો તો પણ કંઈ ફેર પડ્યો નહીં ત્યારબાદ દેવોએ ભગવાન શિવજીને દૂધ ગ્રહણ કરવાનું કહ્યું દૂધ પીવાથી મહાદેવના શરીરને ટાઢક વળી અને શરીરની બળતરા ઓછી થઈ ગઈ, ત્યારથી શિવજીને દૂધ બહુ પ્રિય છે. આ કારણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવભક્તો દ્વારા દૂધનો અભિષેક કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.