પ્રદેશ ભાજપે 33 જિલ્લા 8 મહાનગરોમાં યુવા મોરચાના પ્રભારીઓ કર્યા જાહેર

પ્રદેશ મહામંત્રી તરીકે ઇશાંત સોની, ઉપાધ્યક્ષ તરીકે પૌરવ પટેલ, નરેશ ઠાકોર, મંત્રી તરીકે ભાવિકા ઘોઘારી અને કોષાધ્યક્ષ તરીકે વિજેશ પરમારની નિમણૂંક

 

અબતક, રાજકોટ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ તથા 8 મહાનગરોમાં યુવા ભાજપના પ્રભારીના નામની ઘોષણા કરી છે. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની નામો જાહેર કરવામાં આવ્યા છે.

પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી તરીકે ઇશાંતભાઇ સોની, પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પૌરવભાઇ પટેલ, નરેશભાઇ ઠાકોર, પ્રદેશ મંત્રી તરીકે ભાવિકાબેન ઘોઘારી અને પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે વિજેશભાઇ પરમારની નિમણૂંક કરવામાં આવી છે.

જ્યારે ડાંગના પ્રભારી તરીકે દિવ્યાંગ ભગત, વલસાડમાં પ્રતિક પટેલ, નવસારીમાં ગૌરવ જરીવાલા, સુરત શહેરમાં મુકેશભાઇ રાઠવા, સુરત જિલ્લામાં ભાવિકા ઘોઘારી, તાપીમાં મિરવ નાયક, ભરૂચમાં અંકિત દેસાઇ, નર્મદામાં હિતેશ લાઠીયા, વડોદરા શહેરમાં સુરજ દેસાઇ, વડોદરા જિલ્લામાં ધ્યાન દેશમુખ, છોટાઉદ્ેપુરમાં અક્ષીત પટેલ, પંચમહાલમાં તુષાર પટેલ, મહિસાગરમાં હર્ષલ ગોહિલ, દાહોદમાં યતીન નાયક, આણંદમાં દિક્ષિત પટેલ, ખેડામાં ધવલ રાવલ, અમદાવાદ શહેરમાં પૌરવ પટેલ, અમદાવાદ જિલ્લામાં શૈલેષ નાપી, ગાંધીનગર શહેરમાં નિસર્ગ વ્યાસ, ગાંધીનગર જિલ્લામાં જયદીશ પારેખ, સાબરકાંઠામાં ચેતન ઠાકોર, અરવલ્લીમાં વિજેશ પરમાર, મહેસાણામાં નરેશ ઠાકર, પાટણમાં વ્રજ પટેલ, બનાસકાંઠામાં મયંક બારોટ, કચ્છમાં વિવેક પટેલ, જામનગર શહેરમાં હરેન્દ્રસિંહ ગોહિલ, જામનગર જિલ્લામાં અમિત બોરીચા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલદિપસિંહ ચુડાસમા, રાજકોટ શહેરમાં નિલેશ ચુડાસમા, રાજકોટ જિલ્લામાં મહાવીસિંહ જાડેજા, મોરબીમાં રામ ગઢવી, જૂનાગઢ શહેરમાં હાર્દિકસિંહ ડોડીયા, જૂનાગઢ જિલ્લામાં ઋષિ વેકરિયા, ગીર સોમનાથ જિલ્લામાં પ્રયાગરાજ ટીલાવત, પોરબંદરમાં સુરપાલસિંહ ચુડાસમા, ભાવનગર શહેરમાં મનિષ સંઘાણી, ભાવનગર જિલ્લામાં રોહિત સાધુ, બોટાદમાં જય શાહ અને સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ મોરચાના પ્રદેશ પ્રભારી તરીકે સત્યદીપસિંહ પરમારની નિમણૂંક કરવામાં આવી છે.