Abtak Media Google News

રાત્રી કરફયુના જાહેરનામાની અવધી કેટલી?

રાજય સરકાર અને પોલીસ કમિશનરના જાહેરનામાની વિસંગતતાના કારણે લોકો અવઢવમાં

કોરોના મહામારીને કાબુ કરવા રાજય સરકાર દ્વારા જાહેરનામું બહાર બહાર પાડયા બાદ તેનો પોલીસ દ્વારા અમલ કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં રાજય સરકાર દ્વારા રાત્રી કરફયું અંગે બહાર પાડેલા જાહેરનામા અને પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં એક કલાકની છુટ આપવામાં આવતી કયાં જાહેરનામાનો અમલ કરવો અને જાહેરનામાની અવધી કેટલી તે અંગે લોકો અવઢવમાં મુકાયા છે.

રાજય સરકાર દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનો અમલ કરાવવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરત રાત્રે 11 થી સવારના છ વાગ્યા સુધી રાત્રી કરફયુ લાદવામાં આવ્યો છે. જયારે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર શહેરોની સમિક્ષા કર્યા બાદ રાજય સરકાર દ્વારા રાત્રી કરફયુ તા.15 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. તમામ પ્રકારના પ્રતિબંધો તા.25 સપ્ટેમ્બર સુધી યથાવત રાખવા જાહેરનામા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ભોજનશાળાઓમાં રાત્રે દસ વાગ્યા સુધી કામ કરવાની અને જાહેર કાર્યક્રમમાં 400 લોકોની મર્યાદા જાળવવા જાહેરનામામાં દર્શાવ્યું છે.ગૃહ વિભાગના જાહેરનામાં પૂર્વે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગણેશ મહોત્સવને ધ્યાને લઇ તા.19મી સપ્ટેમ્બર સુધી રાત્રી કરફર્યુ બાર વાગ્યાથી લાગુ પાડવામાં આવશે ગણેશ દર્શન માટે રાત્રે 11 વાગ્યા સુધીના સમયની છુટછાટ આપવામાં આવી છે.

ગૃહ વિભાગ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના જાહેરનામામાં રાત્રી કરફર્યુ અંગે એક કલાકની છુટછાટ અંગે જાહેરનામાની અવધી કંઇ ગણવી તે અંગે લોકો અવઢવમાં મુકાયા છે. જો કે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું ગૃહ વિભાગ પહેલાં બહાર પાડયું હોવાથી પોલીસ કમિશનર વિસ્તારમાં તે મુજબ અવધી રહેશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.

ગણેશ મહોત્સવ પુરો થયા બાદ રાત્રી કરફર્યુ રાત્રે 12ના બદલે 11 વાગ્યાથી લાગુ પાડવામાં આવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં દ્વારા જણાવ્યું છે.

રાજકોટમાં પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં ગણાશે?

કોરોના કારણે છેલ્લા લાંબા સમયથી મહાનગરમાં રાત્રી કરફયુનો અમલ ચાલી રહ્યો છે. તે યથાવત જાળવી રાખવા ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રી કરફયુમાં 11 વાગ્યા સુધીની છુટ આપવામાં આવી છે. ત્યારે ગણેશ મહોત્સવને ધ્યાને લઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તા.9 થી 19 સપ્ટેમ્બર સુધી જાહેરનામું બહાર પાડી રાત્રી કરફયુમાં 12 વાગ્યા સુધીની છુટછાટ આપવામાં આવી છે. બંને જાહેરનામાંમાં એક કલાકની અવધી અંગે વિસંગતા અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરમાં ગૃહ વિભાગના જાહેરનામાં પૂર્વે જાહેરનામું બહાર પાડવામાં આવ્યાનું અને ગણેશ મહોત્સવને ધ્યાને રાખી રાત્રે બાર વાગ્યા સુધીની છુટછાટ આપી કોરોનાની ગાઇડ લાઇન મુજબ ગણેશ મહોત્સવની ઉજવણી કરવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.