Abtak Media Google News

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વૈશાખમાં ચોમાસા જેવી જમાવટ થઈ છે જેને પગલે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જોકે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી આવું જ વરસાદી વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.

માવઠાથી થયેલા નુકસાનને લઈને સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા 13 જિલ્લાના 48 તાલુકામાં સર્વે કરવામાં આવ્યો છે જેમાં ખેતી પાકોમાં પ્રતિ હેક્ટર દીઠ 23,000ની અને બાગાયતી પાકોમાં પ્રતિ હેક્ટર દીઠ 30,600ની સહાય ચુકવાશે. વધુમાં વધુ 2 હેક્ટરમાં સહાય ચુકવવામાં આવશે. 33 ટકાથી ઓછા નુકસાનમાં સહાય ચુકવવામાં આવશે નહિ.

 

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસની આગાહી

તા.4ને ગુરૂવાર

અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, સુરત, નવસારી, ડાંગી, તાપી અને વલસાડ

તા.5ને શુક્રવાર

રાજકોટ, મોરબી, સુરેંદ્રનગર, કચ્છ, વડોદરા, પંચમહાલ, દાહોદ

તા.6ને શનિવાર

અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.