- વર્ષોથી ફરજ બજાવતા શિક્ષક મિત્રોને તેમની સિનિયોરિટી ના આધારે વતનના જિલ્લાનો લાભ આપવામાં આવ્યો
- માધ્યમિક વિભાગના 36 અને ઉ.મા. વિભાગના 39 એમ કુલ 75 ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા
- આણંદ: રાજ્ય સરકાર દ્વારા જુના શિક્ષક ભરતી 2024 અંતર્ગત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વર્ષોથી ફરજ બજાવતા શિક્ષક મિત્રોને તેમની સિનિયોરિટી ના આધારે વતનના જિલ્લાનો લાભ આપવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં જુના શિક્ષક ભરતી 2024 અંતર્ગત પસંદગી પામેલ માધ્યમિક વિભાગના ૩૬ અને ઉ.મા. વિભાગના 39 એમ કુલ 75 ઉમેદવારોને સરદાર પટેલ વિનય મંદિર, બોરીયાવી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કામિની ત્રિવેદી, શિક્ષણ નિરીક્ષક એમ.એમ. શેઠ, વહીવટી અધિકારી ઉર્વશી ગડરીયા દ્વારા ભલામણપત્ર તથા નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે શાળાઓ શિક્ષકોએ પસંદગી કરી હતી તે શાળાઓના પ્રમુખ, મંત્રી અને આચાર્ય ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ ભરત પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ નિલેશ પટેલ, સંચાલક મંડળના પ્રમુખ અમીન પટેલ, વહીવટી સંઘના પ્રમુખ પ્રિયેશ પટેલ, મંત્રી મનનભાઈ, બોર્ડના ભૂતપૂર્વ સભ્ય કેતન પટેલ, આણંદ જિલ્લા આચાર્ય સંઘ ભૂતપૂર્વ પ્રમુખ ઠાકોર પટેલ, હાજર રહ્યા હતા.