તાજેતરમાં વડોદરામાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે વડોદરાના વસતા લોકોને  ઘરવખરીથી માંડીને વેપાર ધંધામા ભારે નુકસાન ભોગવાવનો સમય આવ્યો હતો. ત્યારે ધંધા રોજગાર પુન: ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકાર મોટો નિર્ણય લેતા 5000 થી માંડીને 85000 સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં લારી ધારકોથી માંડીને માસિક 5 લાખથી વધુનું ટર્નઓવર કરતા વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડોદરાના પુરગ્રસ્તોના પુનઃવસવાટ અને ધંધા રોજગારને પુનઃકાર્યવંતિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકને 5000 સુધીની રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા લોકોને 85 હજાર રૂપિયા રોકડ સહાય જાહેર કરી છે.

23

 

40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 40 હજારની રોકડ સહાય,

નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85 હજાર રૂપિયાની રોકડ સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ માસિક 3 ઓવર 5 લાખથી વધુ હોય તેવા મોટા દુકાન ધારકને રૂપિયા 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7% ના દરે રૂપિયા 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.