રાજ્ય સરકારે રાહતના પટારા ખોલ્યા, હવે કેન્દ્રની રાહતની જોવાતી રાહ

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હોસ્પિટાલીટી અને ટુરિઝમ ક્ષેત્ર માટે રાહત જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્કને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં આ તમામને પ્રોપર્ટી ટેક્ષ અને ફિક્સ વીજબીલમાંથી મુક્તિ આપી છે. જો કે હવે આ ક્ષેત્રો કેન્દ્રની રાહતની પણ રાહ જોઈ રહ્યા છે.

હોસ્પિટાલીટી અને ટુરિઝમ ક્ષેત્ર માટે રાહત જાહેર કરતી રૂપાણી સરકાર

હોટલ,રીસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટરપાર્કને પ્રોપર્ટી ટેક્ષ અને વીજળીનું ફિક્સ બીલ નહિ ભરવુ પડે

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્કસને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

સરકારનું રાહત પેકેજ આવકારદાયક, ધંધાને ફરી વેગવંતુ કરવા ઉત્સુક: રેસ્ટોરેન્ટ સંચાલકો

રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટાલિટી ક્ષેત્રે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે છેલ્લા દોઢ વર્ષથી છે હોસ્પિટાલિટી ક્ષેત્રે અમને મુશ્કેલીઓ વેઠવી પડી  છે અસંખ્ય નુકસાની સહન કરી છે ત્યારે સરકારના આ નિર્ણયને થી રાજ્યની હોસ્પિટાલિટી ક્ષેત્રે જોડાયેલા સંચાલકો ખૂબ ખુશ છે તેમજ રાજકોટના રેસ્ટોરન્ટ સનચાલકોની અબતક સાથેની મુલાકાતમાં તેઓ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણય થી ધંધાને ફરી વેગવનતું કરવા તેઓ ઉત્સુક છે તેમ જ પ્રોપર્ટી ટેકસમાં માફી એક વર્ષ માટેનો નિર્ણય પણ લાભદાયક છે.વીજ બિલ માં પણ છૂટછાટ આપવામાં આવી છે તે પણ રાહત દાયક છે આવનારા દિવસોમાં સરકાર પાસેથી હજી તો અપેક્ષા છે કે તેઓ અમારી ઇન્ડસ્ટ્રીને આ આવા જ રાહત પેકેજ અને સહાય પૂરી પાડે તો અમે ફરી ધંધા ને ધમધમતા કરીશું અને અમારા ગ્રાહકોને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવા તૈયાર રહીશું કેન્દ્ર સરકાર દ્વારા પણ અમને સહાય મળવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે  અમે કેદ્ર સરકાર ના નિર્ણયની રાહજોય રહ્યા છીએ.

રાજકોટમાં 50 ટકા જેટલાં સુપર સ્પ્રેડરોએ કોરોનાની વેકસીન લીધી જ નથી…!!!

સરકારનો નિર્ણય આવકારદાયક, વોટરપાર્ક શરૂ કરવા મંજૂરી મળે તેવી અમારી રજુઆત: મહેશભાઈ બોરીચા (ધ લાયન વોટરપાર્ક)

રાજકોટના ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ધ લાયન વોટરપાર્કના માલિક મહેશભાઈ બોરીચાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. સંવેદનશીલ મુખ્યમંત્રી ના સંવેદનશીલ નિર્ણયને અમે આવકારીએ છીએ.સાથેજ વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશેતે નિર્ણયથી વોટરપાર્ક સંચાલકોને કોરોમાં મહામારીમાં જે નુકશાની થઈ છે તેમાં ઘણી મોટી રાહત થશે.સાથેજ મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતુંકે રાજ્ય સરકારને વિનંતી છે કે કોરોનાની બીજી લહેરબાદ પરિસ્થિતિ હાલ થાળે પડી છે. ફરીથી લોકો પરિવારજનો સાથે વોટરપાર્કની મોજ માણી શકે તે માટે મંજૂરી આપી વોટરપાર્ક શરૂ કરવા નિર્ણય કરે.

પ્રોપર્ટી ટેક્ષ, વિજબીલમાં મુક્તિ મળતા વોટરપાર્ક સંચાલકોમાં પ્રાણ ફૂંકાયા: રાજેશભાઇ સેગલીયા (ક્રિષ્ના કિંગ વોટરપાર્ક)

ક્રિષ્ના કિંગ વોટરપાર્કના માલિક રાજેશભાઇ સેગલીયાએ અબતક સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી વોટરપાર્ક બંધ છે. વોટરપાર્કની મુખ્ય સિઝન પણ ચાલી ગઈ છે.વોટરપાર્ક સંચાલકોની હાલત કફોડી બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્ષ તેમજ વિજબીલમાં માફીના નિર્ણયથી વોટરપાર્ક સંચાલકોમાં પ્રાણ પુરાયા છે. રાજય સરકારના આ ઉત્તમ નિર્ણય ને અમે આવકારીએ છીએ તેમજ વોટરપાર્ક ને ફરીથી ધબકતું કરવા મંજૂરી મળે તે માટે સરકારને નમ્ર વિનંતી છે.