Abtak Media Google News

વકીલોની માતૃસંસ્થાને ચેક અર્પણ કરતા કાયદામંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી: મુખ્યમંત્રી પટેલનો આભાર માનતા પ્રદેશ ભાજપ લીગલ સેલ

વકીલોના કલ્યાણ માટે રાજય સરકારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને છ કરોડનો ચેક અર્પણ કરતા વકીલોએ મુખ્યમંત્રી અને કાયદામંત્રીનો આભાર માન્યો છે.

ગુજરાત રાજયના ધારાશાસ્ત્રીઓના વેલફેર માટે રૂપીયા છ કરોડ ફાળવતી રાજય સરકાર  કે ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે રૂપિયા 6 કરોડ જેટલી માતબર રકમની સહાયની જાહેરાત  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારે વિધાનસભા ગૃહમાં કરેલા.

તે અન્વયે કેબીનેટ મંત્રી (મહેસુલ અને કાયદામંત્રી) રાજેન્દ્રભાઇ ત્રિવેદી રૂપિયા 6 કરોડ નો ચેક ગુજરાત બાર કાઉન્સિલના  ચેરમેન અનિરૂધ્ધસિંહ એચ.ઝાલા, વાઇસ-ચેરમેન રમેશચંદ્ર એન. પટેલ, ચેરમેન, એકઝીક્યુટીવ કમિટી સી.કે.પટેલ અને પૂર્વ-ચેરમેન કિશોરકુમાર આર.ત્રિવેદી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાઓને  એનાયત કરેલ છે.

રાજય સરકાર સમક્ષ સમગ્ર વકીલોને આર્થિક સહાયતા મળી રહે તે માટે ભાજપ લીગલ સેલના ક્ધવીનરજે.જે.પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમરસ ટીમે રજૂઆત કરેલી હતી.

આ અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 22.22 કરોડની સમગ્ર ગુજરાતના વકીલ મંડળોને ઇ-લાઇબ્રેરી મળી રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માધ્યમથી સહાયની રકમ આપેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  સરકારે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને રાજયના વકીલોને કલ્યાણ અર્થે રૂપિયા પાંચ કરોડ જેટલી માતબર સહાયની રકમ આપેલ છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કાયદામહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, ભાજપ પ્રદેશ ક્ધવીનર લીગલ સેલ તથા પૂર્વ-ચેરમેન જે.જે.પટેલનો આભાર માનેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.