- ગુજરાત સરકાર દ્વારા બજેટમાં જાહેરાત કરાય તેવી સંભાવના
- રાજ્ય સરકારે સેવા ક્ષેત્રમાં રોજગારીની તકો વધારવા માટે ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપતા ઉદ્યોગ આયુક્તાલયની જેમ એક નવું સેવા આયુક્તાલય સ્થાપવાનો નિર્ણય લીધો છે. બજેટ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
- ગુજરાતના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન માં સેવા ક્ષેત્રનો હિસ્સો 32.4% છે અને રાજ્ય સરકાર જીએસડીપી માં આ ક્ષેત્રના યોગદાનને રાષ્ટ્રીય સરેરાશ 54% સુધી વધારવાનો લક્ષ્ય રાખે છે.
આ ઘટનાક્રમથી વાકેફ ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને નાણા વિભાગે ઉદ્યોગો અને ખાણ વિભાગ દ્વારા નવી સેવા આયુક્તાલય સ્થાપવા માટે રજૂ કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. “કોવિડ પછીથી નવા સર્વિસ કમિશનરેટની રચનાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે, કારણ કે સર્વિસ સેક્ટર રોજગાર ઉત્પન્ન કરનારું મુખ્ય ક્ષેત્ર છે. જોકે, હાલમાં આ ક્ષેત્રને ઉત્પાદન ક્ષેત્રની તુલનામાં ઘણા ઓછા પ્રોત્સાહનો મળે છે. ઉદ્યોગ કમિશનરેટ અને ખજખઊ કમિશનરેટ બંને પાસે ફક્ત ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપતી યોજનાઓ છે જ્યારે રોજગાર અને ૠજઉઙમાં નોંધપાત્ર યોગદાન હોવા છતાં સેવા ક્ષેત્રમાં આવી પ્રોત્સાહન યોજનાઓનો અભાવ છે,” એક ટોચના અધિકારીએ સર્વિસ કમિશનરેટની સ્થાપના પાછળના તર્કને સમજાવતા જણાવ્યું હતું.
પ્રારંભિક તબક્કામાં સેવા આયુકતાલયની ની રચના અને કામગીરીનું નેતૃત્વ કરવા માટે ઉદ્યોગ કમિશનરને નિયુક્ત કરવામાં આવશે. “તે પછીથી ઉદ્યોગ આયુકતની જેમ સ્વતંત્ર સત્તા તરીકે કાર્ય કરશે. હાલમાં, પ્રસ્તાવિત સેવા કમિશનરેટ માટે કાર્યક્ષેત્ર અને અન્ય પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારનો હેતુ હાલમાં સરકારી પ્રોત્સાહનો વિના સંગઠિત અને અસંગઠિત સેવા ક્ષેત્રોને લક્ષ્ય બનાવવાનો છે,” સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રસ્તાવિત કમિશનરેટના કાર્યક્ષેત્રની વિગતો આપતાં, સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે ઈંઝ/ઈંઝઊજ અને પર્યટન અલગ અલગ નીતિઓ હેઠળ આવરી લેવામાં આવે છે, ત્યારે રિયલ એસ્ટેટ, રિટેલ અને અન્ય સેવા ક્ષેત્રોને કોઈ લાભ મળતો નથી. “સરકાર રોજગાર વધારવા માટે કર્મચારી-સંકળાયેલ પ્રોત્સાહનો આપવાનો ઇરાદો ધરાવે છે. તાજેતરના ચિંતન શિબિર દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી,” વિકાસથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું.
અગાઉ, હસમુખ અઢિયાની આગેવાની હેઠળની સમિતિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે, “ગુજરાતનો મુખ્ય વિકાસ ચાલક અત્યાર સુધી ઉત્પાદન ક્ષેત્ર રહ્યો છે. આ ક્ષેત્ર ૠજઉઙમાં 30% ફાળો આપે છે, જે દેશમાં સૌથી વધુ છે. જો કે, નાણાકીય વર્ષ 20-21માં ગુજરાતના ૠજઉઙમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 32.4% છે જે ભારતના ૠઉઙમાં 54% છે.