Abtak Media Google News

હોજના પાણી ખેતર સુધી પહોંચાડવા માટે ખેડૂતોને અલાયદુ વીજ જોડાણ આપવાનો સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની ભૂપેન્દ્રભાઇ પટેલ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુષ્મ સિંચાઇ માટે ખેડૂતોને અલાયદુ પાંચ હોર્સ પાવરનું વીજ જોડાણ આપવામાં આવશે. આ વીજ કનેક્શન મેળવવા માટે ખેડૂતોએ શું કરવું પડશે તે માટેની માર્ગદર્શિકા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

ખેડૂતોને હોજથી ખેતર સુધી પાણી પહોંચાડવા માટે સુષ્મ સિંચાઇના ઉપયોગ માટે મહત્તમ પાંચ હોર્સ પાવરનું અલાયદુ વિજ કનેક્શન આપવામાં આવશે. હાલ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જે ખેતીવાડી કનેક્શન આપવામાં આવે છે. તેમાં કુવા કે બોરમાંથી પાણી ઉપાડી હોજમાં ઠાલવવામાં આવે છે. ત્યાંથી આ પાણી ખેતરમાં વાળા સુધી પહોંચાડવા માટે ખેડૂતોએ ખૂબ જ મહેનત કરવી પડે છે.

ખેડૂત સંસ્થા અને આગેવાન માટે સતત મળતી રજૂઆતના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સુષ્મ સિંચાઇ માટે ખેડૂતોને પાંચ હોર્સ પાવરનું વીજ જોડાણ આપવામાં આવશે. આ જોડાણ થકી ખેડૂત સિંચાઇ માટે હોજના પાણી ખેતરોમાં પાણી પહોંચાડી શકાશે. રાજ્ય સરકારની આ જાહેરાતથી ખેડૂતોને મોટો લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.