રાજકોટમાં જ ટોય પાર્ક સ્થાપવા તથા ઉધોગોના વિવિધ પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત

રાજકોટમાં જ ટોય પાર્ક સ્થાપો: સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્ર્ને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળી રજૂઆત કરતા ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, માનદ્ મંત્રી નૌતમભાઈ બારસીયા, કારોબારી સભ્ય નિલેશભાઈ ભલાણીએ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના વિવિધ મહત્વના પ્રશ્ર્નો અંગે રજુઆત  કરી હતી.

રાજકોટને ઈનલેન્ડ ક્નટેનર ડેપોની માંગણી ઉકેલવા  મુખ્યમંત્રીએ ખા્રત્રી આપી છે. આઈસીડીથી એક્સપોર્ટ બીઝનેશમાં સારો વધારો થશે, ઉદ્યોગકારોને ફાયદો થશે. આઈસી.ડીનો પ્રશ્ર્ન ટૂક સમયમાં  ઉકેલાય જશે.

ગુજરાતની નવી ઔદ્યોગીક નીતી-ર0ર0 જાહેર થઈ તેમા તાલુકાઓને કેટેરગરી 1,ર,3 માં મુક્વામાં આવેલ છે. જેમા મહદઅંશના તાલુકાઓને કેટગરીમાં ફેરફાર કરવાની રાજકોટ ચેમ્બરે રજુઆત કરતા ગુજરાત ઈન્ડસ્ટ્રી કમિશ્નર રાહુલ ગુપ્તાએ ઘટતુ કરવા જણાવ્યું  છે.

ચેમ્બરના અથાગ પ્રયત્નોથી રાજકોટ એરપોર્ટ પરથી ઘણી બધી ફલાઈટો શરૂ થયેલ હોય તેમા રાજકોટ -સુરતની ફાલાઈટ પણ ચાલુ થયેલ. પરંતુ હાલ તે બંધ થયેલ હોય તેને ફરીથી ચાલુ કરવા માંગણી કરેલ. તેમા સરકાર એવીએશન મીનીસ્ટર દિલ્હીને ભલામણ કરશે.

ટોપ પાર્ક સ્થાપના વિઝનને ગુજરાત રાજયે સહમતી આપેલ હોય. આવો મોટો પાર્ક રાજકોટમાં સ્થાપવા માટે ભલામણ કરેલ છે. રાજકોટમાં સરકારી જમીનની પણ પુરે પુરી ઉપલબ્ધી છે. તેમજ ટોપ પાર્કના રોમટીરીયલ્સ-પાર્ટસનું ઉત્પાદન 7પ% રાજકોટમાં થાય છે. જેથી આ ઉદ્યોગમાં સરળતા રહે અને સ્થાનીક લોકોને મોટી રોજગારી ઉભી થાય.

સૌરાષ્ટ્ર માં ઘણી બધી એમએસએમઈ ઈન્ડસ્ટ્રી સ્થાપેલ હોય તેમજ જેની મર્યાદા ર00 કરોડ સુધી વધારેલ હોય તેને ધ્યાનમા રાખીને જી.આઈ.ડી.સીમાં 3000 ચો. મીટરને બદલે જો 6000 ચો.મીટર ઉદ્યોગકારોને પ0 ટકાના દરે આપવામં આવે તો ઉદ્યોગોનો સારો એવો વિકાસ થાય અને આ સેકટરને બુસ મળે જેની માંગણી કરેલ છે.

હાલમાં ઔદ્યોગીક એકમો માટે લેવામાં આવતા ફાયર એનઓસી  મ્યુનિસીપલ કોર્પોરેશન અથવા સબંધીત રેગ્યુલેટરી બોર્ડ આપે છે. તેને બદલે માત્ર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવી જોઈએ જેથી ઉદ્યોગકારોને હેરાનગતી ઓછી થાય.

રાજકોટમાં ઉદ્યોગો વધી રહયા છે. જેથી નવી જીઆઈડીસીની આવશ્યક્તા હોય રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસે અને રાજકોટ-ભાવનગર હાઈવે પર ગઢડા પાસે સરકારી ખરાબાની જમીન આવેલ છે. જે નવી સીઆઈડીસી સ્થાપવા માટે ઘણી ઉપયોગી છે. તો તાત્કાલીક અસરથી ઘટતું કરવાની માંગણી કરેલ.

ઔદ્યોગીક એકમોનના વિકાસ માટે જીઆઈડીસી દ્વારા  એલોટ કરેલા પ્લોટ માં એફ.એસ.આઈ. 1.6 માંથી ઘટાડીને 1 કરેલ છે. તે બદલી ને 1.6 રાખવી તેમજ ગ્રાઉન્ડ ફલોરમાં નવા જી.ડી.સી.એલ. મુજબ અમલ કરવો તેમ ખાસ અનુરોધ કરેલ છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અગાઉ પણ ક્નવેન્સન સેન્ટર તેમજ રાજકોટ ચેમ્બરની ઓફિસની જગ્યા માટેની માંગણી કરેલ હતી જે અંગે વિસ્તૃત ચર્ચા કરતા સરકાર રાજકોટ ચેમ્બરને જગ્યા તેમજ ક્નવેન્શન સેન્ટર માટેની જગ્યા પુરતા પમાણમા નહીવત દરે ફાળવશે. તેનું ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ મેનેજમેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને કરવાનું રહેશે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

કોરોના વાઈરસને કારણે ઓક્સીજન પ્લાન્ટ ઈન્ડસ્ટ્રીઝ વપરાશ માટે બંધ હતા ત્યારે જે એકમોમાં ગર્વમેન્ટ કોન્ટ્રાકટના કામો ચાલુ હતા તે કાર્યમાં ઓક્સીઝન સપોયના હિસાબે કાર્ય સમયર્યાદામાં પૂર્ણ ન થઈ શકાયું હોય તેવા એકમોને કોન્ટ્રાકટની સમયમાર્યાદામાં વધારો કરી આપવો તેમજ તેની પાસે પેનલ્ટી ન વસુલવા બાબત રજુઆત કરી.

રાજકોટમાં રામનગર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનમાં આવેલ રપ0 થી વધુ ઔદ્યોગીક એકમો પાસેથી નિયમ મુજબ ફી વસુલ કરીને તેને નિયમીત કરવા બાબત.

આમ રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ પ્રશ્ર્નો અંગે મૌખિત તથા લેખિત રજુઆત  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાાણીના અધ્યક્ષ્ા સ્થાને તેમજ ચીફ પ્રીન્સીપલ સેક્રટરી  કૌલાશનાથન , ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન ડિપાર્ટમેન્ટના એડી.ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા, ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા, જી.આઈ.ડી.સી.ના એમ઼ડી. એમ઼.થેન્નાર્શન , તથા ઈન્ડસ્ટ્રીયલ એકટેન્શન બ્યુરોના એમ઼ડી. નિલમ રાની મેડમ, એમ઼.એસ.એમ઼.ઈ. કમિશ્નર રણજીથ કુમાર સમક્ષ્ા રજુઆત કરેલ. મુખ્યમંત્રીએ સહાનુભૂતિ

આપેલ અને રાજકોટ ચેમ્બર દ્વારા ધ્યાન પર મુકેલ પ્રશ્ર્નો અંગે તુરંત યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.