Abtak Media Google News

નોબલ વિજેતા અર્થ શાસ્ત્રી અભિજીત બેનર્જીએ જણાવ્યું હતુ કે વિશ્વની કેટલીક સૌથી વધુ સંઘર્ષમય અને મુશ્કેલીમાંથી પસાર થતુ અર્થતંત્રમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા ભારતનો સમાવેશ થાય છે.

જોકે,તેમણે સાથે સાથે એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે ચાલુ નાણાંકીય વર્ષમાં જુલાઈથી સપ્ટે.ના ત્રિમાસીક ગાળામાં વિકાસદર ઉંચો દેખાઈ રહ્યો છે.

કોરોના પૂર્વે જ અર્થતંત્રનો વિકાસ દર ૦ હતો. કોરોનાની મંદીને તેના ઉપર બેવડોમારમારતા અર્થતંત્ર વધુ પ્રમાણમાં કથડયો હતો. ૨૦૨૧માં આ વર્ષ કરતા વિકાદ દર વધે તેવી આશા છે. બેનર્જી એમઆઈટીના પ્રાધ્યાપકે જણાવ્યું તુકે ભારતનાં અર્થતંત્રની પરિસ્થિતિ અંગે ચિંતા કરવાને બદલે આપણે તેમાંથી ઉગરવાના પ્રયાસો કરવા જોઈએ બેંકની જામીનગીરીમાથી મૂકત થઈને સારા પરિણામો મેળવવા પ્રયત્નો કરવા જોઈએ લોકોની આવકમાં ઘટાડો, ખર્ચનાં પરિબળોને વધવા ન દેવું જોઈએ સરકારે મંદીનો ભોગ બનનાર વર્ગને આર્થિક રીતે મદદરૂપ થવા માટે હજુ સુધી કોઈ ઈચ્છા શકિત બતાવી નથી વૈશ્ર્વિક મહામારીના આર્થિક મંદીના આ સમયગાળા દરમિયાન ભારતમાં અત્યારે ૨૦ વર્ષમાં સૌથી વધુ ફૂગાવો અને આ ફુગાવાને કારણે મંદી વધુ ઘેરી બી છે. આ પરિસ્થિતિમાં ભારતે વૈશ્ર્વિક ધોરણે આર્થિક મંદીના આ સમયગાળામાંથી બહાર નિકળવા ભારે મહેનત કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.