Abtak Media Google News

ગીરની ૧૫૦ હેકટર જમીન ઈલેકટ્રીફીકેશન પ્રોજેકટ માટે ઉપયોગમાં લેવાશે

ગીરમાં વધુ એક બ્રોડગેજની સાથે જાંબુઘોડા ખાતે ઓપ્ટીકલ ફાયબર લાઈન પથરાશે

ગુજરાત સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફ દ્વારા વધુ એક વિકાસવાદને પ્રોત્સાહન મળી રહે તે માટેનું કાર્ય હાથ ધર્યું છે તો બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, વિકાસવાદને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનાથી વન્ય પ્રાણીઓની હાલત ખુબ જ પતલી થઈ છે. એક સમયે ગુજરાતમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ સૌથી વધુ પ્રચલિત હતું અને લોકો તેને નિહાળવા માટે ઠેર-ઠેરથી આવતા હતા પરંતુ વિજળીના તાર હોવાના કારણે આ પ્રજાતિ લુપ્ત થતી હતી તે સમયમાં પણ એક એવી રજુઆત ઉઠવા પામી હતી કે, વિજળીના તાર અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવે જેથી ગ્રે ઈન્ડિયન બસ્ટર્ડને સહેજ પણ તકલીફ ઉદભવિત ન થાય પરંતુ તે રજુઆત અભેરાઈ પર ચડી ગઈ હતી ત્યારે ફરી એક વખત ગીરમાં પણ વિકાસવાદ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સ્ટેટ બોર્ડ દ્વારા ગીર વિસ્તારની ૧૫૦ હેકટર જમીન ઈલેકટ્રીફીકશન પ્રોજેકટ માટે ઉપયોગમાં લેવાશે જેમાં વધુ એક બ્રોડગ્રેજની સાથો સાથ ઓપ્ટીકલ ફાયબર લાઈન પણ પાથરવામાં આવશે. મંગળવારે યોજાયેલી બોર્ડ બેઠકમાં સરકાર દ્વારા સેન્ચ્યુરીની જમીનોને વિકાસવાદ તરફ આગળ વધતા પ્રોજેકટોને અમલી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે જેમાં ગેસ, ઓઈલ તથા ઓપ્ટીકલ ફાયબરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ સાવજોની સંખ્યાની આકારણી કરવામાં આવી હતી જેમાં ૨૯ ટકાનો વધારો નોંધાતા હાલ ગીર વિસ્તારમાં કુલ ૬૭૪ જેટલા સાવજો વસવાટ કરી રહ્યા છે ત્યારે ગીર આસપાસના ૫૩ જેટલા તાલુકાઓમાં હાલ સિંહનો વસવાટ જોવા મળ્યો છે.

બીજી તરફ કચ્છ વિસ્તાર ફલેમિંગોના વસવાટ માટે અત્યંત પ્રચલિત થયો છે. સરકાર દ્વારા જે વિસ્તારને વિકસિત કરવા માટેની વાત સામે આવી છે તેમાં મરીન નેશનલ પાર્ક ખાતેની ૪૧ હેકટર જમીન ઓઈલ અને ક્રુડ પાઈપલાઈન માટે નિર્ધારીત કરવામાં આવી છે તેજ વિસ્તારમાં વધુ ૮ હેકટર જમીન ગેસ પાઈપલાઈન માટે મંજુર કરાઈ છે.

ગીર વિસ્તારની ૧૫૧ હેકટર જગ્યા બ્રોડગેજ માટે મંજુર કરવામાં આવી છે તો વાઈલ્ડ એસ સેન્ચ્યુરીની ૧૫ હેકટર જમીન ક્રુડ પાઈપલાઈન અને રોડ માટે મંજુર કરાઈ છે. રતનમહલ, ગીર સેન્ચ્યુરી, નાલ સરોવર અને જાંબુઘોડામાં ૦.૩ હેકટર અને ૦.૨ હેકટર જેટલી જગ્યા ઓપ્ટીકલ ફાયબર લાઈન પાથરવા માટેની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવી છે. હાલ ગીરના તાલાલા ખાતે ૪૫ કિલોમીટરની બ્રોડગેજ લાઈન સેન્ચ્યુરીમાંથી પસાર થાય છે ત્યારે હવે કોડીનાર અને વેરાવળ પટ્ટાને બ્રોડગ્રેજમાં પણ રૂપાંતરીત કરવામાં આવશે. વન્ય વિભાગનું માનવું છે કે, આ વિસ્તારમાં સૌથી વધુ સાવજો નજરે પડે છે.

સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના સભ્યએ એ વાતની સ્પષ્ટતા કરી છે કે છેલ્લા ત્રણ વર્ષથી જે મીટરગેજ ટ્રેક બનાવવામાં આવ્યો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે, ત્યાં વસવાટ કરતા ખેડુતો જે બીજી બ્રોડગેજ લાઈન બનવા જઈ રહી છે તેનો પણ વિરોધ હાલ ઉઠવા પામ્યો છે પરંતુ સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે બ્રોડગેજ લાઈન બનાવવામાં આવશે તેના પર ટ્રેન માત્ર ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ ચાલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.