Abtak Media Google News

૬૩૮ રથ દ્વારા ૨૮૮૦ સ્થળોએ અપાઈ સેવા : ૧,૧૫,૩૮૩ દર્દીઓની તપાસ કરાઈ

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના મતક્ષેત્ર એવા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વસતા નાગરિકોને કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં આરોગ્યને લગતી સેવાઓ સત્વરે પ્રાપ્ત થઈ શકે તે હેતુથી રાજ્યની સંવેદનશીલ ભાજપા સરકારની ’ધન્વંતરી યોજના’નો પ્રારંભ તા.૧૬થી કરવામાં આવ્યો હતો.લોકડાઉન બાદ અનલોક-૧ અને હવે અનલોક-રને દરમ્યાન સરકાર દ્વારા જનજીવનને થાળે પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો, શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા તેમના ઘર નજીક મળી રહે તે માટે ધનવંતરી આરોગ્ય રથની શરૂઆત કરી છે. આ રથ દ્વારા લોકોને તાવ, શરદી, ડાયેરિયા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેની સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ધન્વંતરી રથ અથવા એમ્બ્યુલન્સ એક સુસજ્જ હરતા ફરતા દવાખાના જેવો છે, જેમાં એક ડોક્ટર, એક ફાર્મસીસ્ટ,એક પેરામેડીકલ સ્ટાફ આરોગ્યલક્ષી સેવાઓ માટે હાજર હોય છે.આ રથમાં દર્દીની ઓપીડી સમયે તાવ,શરદી,કફ,ડાયાબિટીસ, બ્લડપ્રેશર,ગ્લુકોમીટરના ઉપયોગથી લોહીમાં શુગર અને પલ્સ ઓક્સિમીટરથી લોહીમાં ઓક્સિજનના પ્રમાણની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ૧૬ જૂન ૨૦૨૦ થઈ ૯ જુલાઈ ૨૦૨૦ સુધીમાં ધન્વંતરી રથ/એમ્બ્યુલન્સ મારફતે ૬૩૮ રથ દ્વારા ૨૮૮૦ સ્થળોએ સેવા આપવામાં આવેલ, જે અંતર્ગત કુલ ૧,૧૫,૩૮૩ દર્દીઓને તપાસવામાં આવ્યા છે, જેમાં ૧૭૪ મેલેરીયાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત ૩ થી ૯ જુલાઈ દરમિયાન ૧,૩૪૬ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.