સોશિયલ મીડિયાને દોરવાની “લાઠી” રાજયો નહીં માત્ર કેન્દ્રના જ હાથમાં !!

જીસ કો હાથ મેં દોરી ઉસસે કયાં છુપાના

નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા, ડિજિટલ ન્યુઝ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ સામે કાર્યવાહીનો અધિકાર રાજય કે સંઘ પ્રદેશને નથી

મણિપૂરમાં પશ્ર્ચિમ ઈમ્ફાલના ડે. કમિશનરે પત્રકારને ફટકારેલી નોટીસ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપથી પરત ખેંચવી પડી

સોશ્યલ મીડિયાના વાયરલ ‘વાયરસ’ પર નિયંત્રણ લાદવા ગત અઠવાડિયે સરકારે નવા નીતિ-નિયમો જારી કર્યા છે જે અંતર્ગત ગઈકાલે મણિપૂરના પશ્ર્ચિમ ઈમ્ફાલના એક જિલ્લા અધિકારીએ એક પત્રકારને નોટિસ ફટકારી હતી.જેની જાણ કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયને થતા આ નોટીસ પાછી લેવા જિલ્લા અધિકારી નોઆરામ પ્રવીણને આદેશ કર્યો હતો. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ અને ડીજીટલ ન્યુઝ મીડિયા માટે ઘડાયેલા નવા નિયમો હેઠળ કાર્યવાહી કરવાનો હકક રાજય સરકારે કે તેના કોઈ પણ અધિકારી પાસે નથી.

જીસ કે હાથ મેં દોરી ઉસસે કયા છુપાના… મણિપૂરના પશ્ર્ચિમ ઈમ્ફાલના બનાવ પરથી એ સ્પષ્ટ થયું છે કે, સોશ્યલ મીડિયા કે ડીજીટલ ન્યુઝ મીડીયાને દોરવાની ‘લાઠી’ રાજયો નહી પણ માત્ર કેન્દ્રના હાથમાં જ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ કે વાંકમાં આવનારી કંપનીઓને દંડો માત્ર કેન્દ્ર જ ફટકારી શકશે રાજયો નહી ઈમ્ફાલનાં ડેપ્યુટી કમિશ્નર નાઓરામ પ્રવિણ કે જેમણે ગઈકાલે ધ ફ્રંન્ટાયર મણીપૂર (અઠવાડીક ઓનલાઈન ચર્ચા વિચારણા માટેનું પ્લેટફોર્મ)ના ‘ખાનાસી નેઈનાસી’ ના પ્રકાશકને સમાચાર મુદે નોટીસ ફટકારી હતી પરંતુ કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરતા તત્કાલીન નોટીસ પરત ખેંચી લેવી પડી હતી. હાલ આ મુદે કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે તપાસ ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પર વધી જઈ રહેલા દુષણરૂપી વાયરલ ‘વાયરસ’ ને રોકવા સરકારે નવા દિશા-નિર્દેશો ગત અઠવાડિયે જારી કયા છે. જેમાં ફેસબુક, ટવિટર, યુટયુબ અનો ઈન્સ્ટ્રાગ્રામ જેવા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ગેરકાયદે કમેન્ટસ, ક્ધટેનસ, ખાસ મહિલાઓના સન્માનને હાનિ પહોચાડતી પોસ્ટ 24 કલાકમાં હટાવી દેવા, ફરિયાદ નિવારણ અધિકારી, નોડલ ઓફીસરની નિમણુંક કરવી.

દર મહિને ફરિયાદ-નિવારણનો અહેવાલ આપવો વગેરે જેવા નિયમોનો સમાવેશ છે. આ નિયમો હેઠળ કોઈ પ્રકાશક કે પત્રકાર વિરૂધ્ધ કાર્યવાહી કરનાર મણિપૂર દેશનું પ્રથમ રાજય બન્યું છે જો કે, તેમાં કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરી મામલો પોતાના હાથમાં લઈ લીધો છે.