શેરબજારમાં ભૂકંપ સેન્સેક્સ 2000 પોઇન્ટ તૂટ્યા બાદ 500 પોઇન્ટ રિકવર

ભારતીય શેરબજારમાં હાલ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1273 અંક ઘટી 45686 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 403 અંક ઘટી 13356 પર કારોબાર કરી રહ્યો છે.  સેન્સેક્સ પર ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, એનટીપીસી, એસબીઆઈ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી 7.93 ટકા ઘટી 91.10 પર કારોબાર કરી રહ્ય છે. ઈન્ડસઈન્ડ બેન્ક 6.81 ટકા ઘટી 843.40 પર કારોબાર કરી રહ્યો છે. બીજીતરફ એશિયાઈ બજારો હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 140 અંકના ઘટાડા સાથે 26358 પર કારોબાર થયો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 48 અંક ઘટી 26714 પર કારોબાર કરી રહ્યો. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 25 અંકની તેજીની સાથે 3420 પર બંધ થયો છે.