Abtak Media Google News

કોરોના કહેરથી અનેક પરિવારો બેહાલ બન્યા છે ત્યારે

કોનોનાના સમયમાં મઘ્યમ વર્ગની આર્થિક સંકડામણ અને એને દૂર કરવા માટે મથતા મઘ્યમ વર્ગના માનવીની સંઘર્ષ કથા એટલે સેજાદખાન અને ટીમે બનાવેલી શોર્ટ ફિલ્મ લોકડાઉન પછીનો સંઘર્ષ છે.

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ બાનમાં લીધું છે. આવા મહાભયંકર ચેપીરોગની મહામારીથી આમ જનતા છેલ્લા પાંચ મહિના સુધી પોતાના રોજગાર-ધંધો બંધ રાખવામાં આવતા, તેમજ મઘ્યમવર્ગની આર્થિક ભીંસ દિન-પ્રતિદિન વધતી જ જાય છે. જે પોતાની મરણમુડી સમાનની બચત હતી તે આ લોકડાઉનના કપરા સમયમાં પોતાના પરિવારના ભરણ-પોષણમાં ખર્ચાઇ ગઇ છે. વર્તમાન સમયમાં પણ કામ, ધંધા, રોજગાર રાબેતા મુજબ શરુ થયા નથી. અને કેટલાંક લોકોએ નોકરી, ધંધા પણ ગુમાવ્યા છે. લોકડાઉન બાદનો સંઘર્ષ કેવો છે તેને ઉજાગર અને ન્યાય આપવા માટે રાજકોટના કલાકારો  દ્વારા એક શોર્ટ ફિલ્મ ‘લોકડાઉન પછીનો સંઘર્ષ’ બનાવવામાં આવી છે. જેમાં હાલનાં સમયમાં મઘ્યમ પરિવારે પોતાના ઘર ખર્ચ કે વેપાર-ધંધા અર્થે વ્યાજે લીધેલ નાણાની પઠાણી ઉઘરાણી દર્શાવતી હકિકત પણ આવરી લેવાઇ છે.

આ અંગે ઇપીએચ એન્ટરટેઇન્ટમેન્ટ ના ઓનર સેજાદખાને જણાવ્યું છે કે, આ એક સંદેશો આપતી શોર્ટ ફિલ્મ છે જે દરેક નાગરીકોને સ્પર્શ કરે તેમ છે. લોકડાઉન બાદ મઘ્યમ વર્ગ દ્વારા જે આથિક સંઘર્ષ કરી રહ્યો છે. તેને આ શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

આથિંક ભીંસથી કંટાળી કયારેય વ્યકિત આત્મઘાતી  પગલું ભરી લેતો હોય છે. અને આવા કિસ્સા લોકડાઉન આવ્યા બાદ સમાજમાં ઘણાં બન્યા છે. જેથી આર્થિક ભીંસ એ કાયમી નથી પરંતુ  આવી કપરી સ્થિતિમાં પણ મજબુત રહી અને પરિવારને સંભાળવો, જવાબદારી નિભાવવી તે આ લોકડાઉન પછીનો સંઘર્ષ ફિલ્મમાં તાદ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે.

વધુમાં સેજાદખાને જણાવ્યું હતું, ઇપીએચ એન્ટરટેઇન્ટરમેન્ટ દ્વારા આ પાંચમી શોર્ટ ફિલ્મ છે. હાલની પ્રવર્તતી સ્થિતિને અનુલક્ષીને સમાજની વર્તમાન પરિસ્થિતિ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.

ફિલ્મમાં લીડ રોલ સેજાદખાન તથા રવિ ગોૅડલીયા, રાકેશ કડીયા, શોભના જાદવ, શ્રૃતિ ચૌહાણ, નીકુંજ દવે, પાવન પરમાર, ચિંતન ગોસાઇ, હરેશ અઘારા નશીમખાન, યશ સોલંકી, શુભમ માલવીયા, વિગેરે પોતાની કલા પીરસેછે. ઉપરાંત પ્રોડયુસર નસીમખાન, પ્રોડકશન મેનેજર રીઝવાના, ડાયરેકટર હરેશ અઘારા, આસી.ડાયરેકટર શુભમ માલવીયા, કેમેરામેન જતીન ઉચક, રાઇટર સેજાદખાન એન્ડ શુભમ  માલવીયા, કેમેરા ઇકવીપમેન્ટ હરેશ અઘારા એડીટીંગ કાવીર ચૌહાણ, ડબીગ એન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝીક પરિમલ ભટ્ટે આપેલું છે.

આ અંગે તમે હાલના પ્રવર્તમાન સમયમાં બનેલ- થયેલ પ્રસંગો માટે અમોને જાણકારી આપવા માંગતા હોય તો અમોને મો. નં. ૮૦૦૦૫ ૨૦૦૦૮, ૯૭૭૩૧ ૯૩૯૩૭ ઉપર આપી શકો છો તેમ સેજાદખાને જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.