26મી જાન્યુઆરી કચ્છ ભૂકંપની કડવી યાદો સાથે કલ અને આજ ની કહાની…

ગુજરાતમાં 2001માં આવેલ ભૂકંપ તદ્દન વિનાશક હતો. આ ભૂકંપના કારણે કચ્છ અને ભુજમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” અમિતાભ બચ્ચનનું આ વાક્ય તો બધાને યાદ જ હસે પરંતુ આજ થી 21 વર્ષ પહેલા કચ્છની ધરતી અચાનક ધ્રુજી ઉઠી હતી અને વિનાશક ભૂકંપ આવ્યો હતો તેના યાદ કરીએ તો 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના ભુજમાં ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. જેના કારણે આખું શહેર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું.

ગુજરાતમાં 2001માં આવેલ ભૂકંપ તદ્દન વિનાશક હતો. આ ભૂકંપના કારણે કચ્છ અને ભુજમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ કુદરતી આફતમાં 7904 ગામો નાશ પામ્યા હતા. આ સિવાય આ ભૂકંપના કારણે દોઢ લાખથી વધુ લોકો ઘાયલ થયા હતા અને લગભગ 4 લાખ મકાનો ધરાશાયી થયા હતા. કચ્છ જિલ્લાના ભુજ, અંજાર, ભચાઉ અને નખત્રાણામાં વધુ તારાજી જોવા મળી હતી. ભુજમાં 3000થી વધુ લોકોના મોત, 90 ટકા મકાનોને નુકસાન થયું છે.

અમદાવાદમાં 81 બ્લિડીંગો પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.જેમાં 752 લોકો મૃત્યુ પામ્યા હતા.

ભુજથી 238 કિલોમીટર દૂર આવેલા અમદાવાદ અને 357 કિલોમીટર દૂર આવેલા સુરતમાં પણ ભૂકંપના કારણે તબાહી મચી હતી. અમદાવાદમાં 81 બ્લિડીંગો પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.જેમાં 752 લોકો મૃત્યુ પામ્યા હતા. સુરતમાં પણ હરેકૃષ્ણ નામની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી જેમાં 8 લોકોના કરૂણ મોત થયા હતા.

ભૂકંપના આંચકા 700 કિમી દૂર સુધી અનુભવાયા હતા. ગુજરાતના 21 જિલ્લામાં તબાહી મચાવી હતી. કચ્છ, સુરેન્દ્રનગર અને રાધનપુરમાં વધુ અસર જોવા મળી હતી અને ગુજરાતના કુલ છ લાખ લોકો બેઘર બન્યા હતા.

જે સમયે ભૂકંપ આવ્યો બરાબર તે જ સમયે ઊંચી ઊંચી ઈમારતો પળવારમાં ખળભળી ગઈ હતી. જમીનદોસ્ત થઇ ગઇ હતી. પડું પડું થઇ રહેલી ઇમારતોમાંથી હેમખેમ બહાર આવવા માટે લોકો હવાતીયા મારી રહ્યા હતા. રસ્તા, રસ્તા મટીને કાટમાળમાં ફેરવાઇ ગયા હતા. માત્ર બે મિનિટ ચાલેલા ભૂકંપે કચ્છને કાટમાળમાં ફેરવી દીધું. મંદિર હોય કે મસ્જિદ ભૂકંપે કોઇ ભેદ પાડ્યા જ નહોતા. જમ ઘર ભાળી ગયા હતા અને લોકો ખુલ્લી જગ્યાએ દોડી ગયા હતા.

ભૂકંપની ઘટનાના આંકડા

દિવસ – 26 જાન્યુઆરી 2001

સમય – સવારે 8:46 કલાકે

કંપન – 2 મિનિટ

એપી સેન્ટર- ચોબારી ગામ, ભચાઉથી 9 કિમી. અને ભુજથી 20 કિ.મી. દૂર દૂર સુધી

તીવ્રતા – રિક્ટર સ્કેલ પર 6.9

મૃત્યુ- 17 હજાર.

ઇજાગ્રસ્ત – 1, 67,000

ઘરોનો વિનાશ – 4 લાખ

ભૂકંપની અસર – 700 કિ.મી અત્યાર સુધીમાં 21 જિલ્લાના 6 લાખ લોકો બેઘર બન્યા છે.

કચ્છ જિલ્લામાં મૃત્યુ – 12,290

ભુજ એ ભૂકંપના કેન્દ્રથી માત્ર 12 કિમી દૂર આવેલું નગર છે. ભચાઉ અને અંજારમાં પણ માઠી અસર થઈ હતી. ગામડાંઓ કાદવમાં ભળી ગયા, ઐતિહાસિક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. ભુજમાં 40 ટકા મકાનો, આઠ શાળાઓ, બે હોસ્પિટલો અને ચાર કિલોમીટરના રસ્તા ધરાશાયી થયા હતા.

ભૂકંપ બાદનો પ્રેરણા દાયકકિસ્સો

ભૂજના ધનસુખભાઇ ધોળકિયાની ઉંમર 87 વર્ષ છે. પિતા અને પુત્રના માત્ર બે જણાના સંસારમાં ભૂકંપે તેમનો એકમાત્ર જુવાનજોધ પુત્ર હિતેન ગુમાવ્યો. ભૂકંપે તેમના કાળજાના કટકાને છીનવી લીધો તેની ખટકો આજે પણ તેમના હૈયાને હલબલાવી દે છે. 87 વર્ષના ધનસુખ ધોળકિયા એવું કામ કરતાં ગયા છે કે તેમના દીકરાનું નામ અમર થઇ ગયું છે. દીકરો અને ઘર ગુમાવ્યા પછી એકલા પડી ગયેલા ધનસુખભાઇને પુનર્વસન કેમ્પમાં રહેવા ગયા ત્યારે દીકરાનો ઘા ભૂલવા તેમણે આસપાસના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. પૂર્વ રાષ્ટ્રપતી એ.પી.જે અબ્દુલ કલામ એ વખતે ભૂજના કેમ્પમાંથી પસાર થયા ત્યારે તેઓ આ પ્રવૃતિ જોઇને એટલા રાજી થયા કે તેમણે ત્યાં શાળા બનાવવાની જાહેરાત કરી. આજે તે સ્થળે હિતેન ધોળકિયા વિદ્યાલય ઊભું છે અને અને 700 બાળકો ભણે છે.

આપણાં પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટીથી કચ્છ ફરી બેઠું કરાયું

આ ભૂકંપ બાદ તત્કાલિન વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઈ અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ માટે જે વિકાસની રૂપરેખા તૈયારી કરી હતી. જેના મીઠા ફળ હવે મળી રહયા છે. પ્રવાસન ક્ષેત્રે કચ્છ રણોત્સવ અને ઉદ્યોગોમાં મુંદરા, અદાણી પોર્ટનો વિકાસ તેનો બોલતો પુરાવો છે. નેપાળ સહિત જ્યાં પણ 2001 પછી ભૂકંપ આવ્યા છે, ત્યાં કચ્છના પુનર્વસન મોડેલને અપનાવાયું છે. આજે કચ્છ 2 લાખ કરોડના મૂડીરોકાણ સાથે વિશ્વમાં ચમકે છે. તો 10 લાખ મેગા વોટ વીજળી ઉત્પાદન થાય છે. બંદરીય પરીવહનમાં કચ્છનો હિસ્સો 30 ટકા છે અને કંડલાનું દિનદયાલ પોર્ટ દેશમાં નંબર વન પોર્ટ છે. આમ હાલ કચ્છ વિકાસના હાઈવે પર પુરપાટ દોડી રહ્યુ છે.

ફિનીક્સ પક્ષી રાખમાંથી બેઠું થાય છે એ એક કલ્પના છે, વાસ્તવિકતા નથી. ભૂકંપમાં જમીનદોસ્ત થયેલું કચ્છ ન માત્ર બેઠું થયું છે. બલકે આગળ વધી રહ્યું છે. આ કલ્પના નથી, વાસ્તવિકતા છે જેને કોઈ પણ નકારી ના શકે.