Abtak Media Google News

૨૦ કરોડ વર્ષ પહેલા પેદા થયેલ આ પ્રાણી ૪ ઈંચથી લઈને ૭૦૦ કિલોના પણ વિશ્ર્વમાં જોવા મળે છે. તેનું શરીર એક જ પેર્ટનના ૬૦ હાડકાનું બનેલું છે પૂર્વ અમેરિકાની નદીમાં શરીરે કદાવર અને તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબા વાળા કાચબા પણ જોવા મળે છે

કાચબો એક ઉભયજીવી પ્રાણી છે. તે પાણી અને જમીન બંને ઉપર રહેતું જીવ છે. તે ખારા અને મીઠા પાણીમાં રહી શકે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય ૨૦૦ વર્ષ હોય છે. જીવસૃષ્ટિમાં સૌથી લાંબુ આયુષ્ય કાચબો ભોગવે છે. જોકે વિશ્ર્વમાં ઘણા કાચબાઓએ જીવન ત્રણ સદી પુરી કરેલ જોવા મળે છે. જૂનાગઢનાં સકકર બાગમા જ ૩૦૦ વર્ષ જૂનો કાચબો છે. વિશ્ર્વમાં તેની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તેની પીઠ ખૂબજ મજબુત હોવાથી તલવાર યુધ્ધ વખતે તેનો ઢાલ તરીકે ઉપયોગ થતો હતો.

અમેરિકન કાચબા બચાવ સંસ્થા દ્વારા ૨૩મે ના રોજ વિશ્ર્વ કાચબા દિવસ તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ઉજવણી થાય છે. આ ઉજવણી પાછળ લોકોનું ધ્યાન દોરવા, તેના રક્ષણ અને વિકાસમાં પૃથ્વીમાં સી મદદ કરે તેવો હેતુ છે. કેટલાક કાચબાતો તેમનું જીવન દરિયામાં જ વિતાવે છે ફકત ઈંડા મૂકવા માટે જ જમીન પર આવે છે. પ્રાણી શાસ્ત્રીઓ જમીનવસનાર કાચબાને ટોર ટોઈસ અને નદી -કુવા કે સમુદ્રમાં રહેનારને ટર્ટલ કહે છે. બંને જાતો એક બીજાથી રંગ રૂપ કદ વિગેરેથી અલગ પડે છે.પાણીના કાચબાના પગ થોડા ચપટા હોવાથી તેને પાણીમાં હલેસા તરીકે કામ આવે છે. પાણીના કાચબા ૧ થી ૨ ફૂટના હોય છે.કાચબાનાં વિવિધ પ્રકારોમાં જમીન ઉપર રહેનારા, મીઠા પાણી-ખારા પાણીના કાચબા આપણા દેશના તારક કાચબા, દરિયાઈ કાચબો, લી કાચબો અને લેધર બેક કાચબાજેવી પ્રજાતિમાં જોવા મળે છે. આજે તો સાવ નાનકડા કાચબા માછલીઘરમાં પણ જોવા મળે છે. તેમનો પ્રાકૃતિક ખોરાક છોડ-માછલી અને શેલફિશ છે. કાચબા માટે વનસ્પતિનો ખોરાક અતી મહત્વનો છે.પ્રકૃતિના આ જીવો આફ્રિકા-મેકિસકો અને અમેરિકામાં વધુ જોવા મળે છે. તેની ૪ પેટા પ્રજાતિમાં સોનાર અને પીળીબંધ કાચબા જાણીતા છે. શિયાળાના ૪ મહિનાને તેની શરીર પ્રવૃત્તિ ધીમી કરી નાંખે છે. જન્મબાદ પહેલા બે વર્ષ સઘન વૃધ્ધીનો સમય ગાળો છે. તે ખૂબજ શાંત પ્રાણી છે, અવાજો કરતું નથી જંગલ કે ઘાસવાળા વિસ્તારોમાં ધૂળિયા કાચબા હોય છે. અકે માન્યતા મુજબ તેને ઘરમાં રાખીએ તો આપણુ નશીબ સુધરે તેવી અંધશ્રધ્ધા છે.ખરેખર તો આપણે કાચબાનું નશીબ બગાડીએ છીએ.

ધાર્મિક માન્યતા મુજબ કાચબો ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ મનાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કાચબો રાખવો શુભ ગણાય છે. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને મંટ્રાચલ પવર્તને પોતાના વશમાં કર્યો હતો.જેથી એવું કહેવાય કે કાચબો જયા હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય પણ આ એક અંધશ્રધ્ધા છે. ચિની જયોતિષમાં તેને બહું જ મહત્વ અપાયું છે. ફેંગશુઈમાં તેના વિવિધ લાભો બતાવાયા છે. તેથી ઘણા લોકો ઘરમાં ક્રિસ્ટલ કાચબો રાખે છે.પૃથ્વી પર સૌથી વધુ આયુષ્ય ભોગવતા અજાયબ જીવ કાચબો છે તે ૨૦ કરોડ વર્ષ પહેલા પેદા થયેલ પ્રાણી છે. તે ગભરૂઅને ડરપોક હોવાથી તેના પર સંકટ આવે એટલે તરત જ પોતાની ડોક અંદર લઈ લે છે. જળચર અને સ્થળચર કાચબા બંને વનસ્પતિ આહારી છે. ઉપર સખ્ત કવચ પણ અંદરનું શરીર મૃદુહોય છે. અમેરિકાના દક્ષિણ પૂર્વ વિસ્તારની નદઓમાં એલીગેટરસ્નેપીંગ ટર્ટલની એક વિચિત્ર જાત જોવા મળે છે. તે શરીરે ક્દાવર અને તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબાવાળા હોય છે. તેનું જડબુ મગરમચ્છ જેટલી તાકાત ધરાવતું હોવાથી તેને એલીગેટર કહેવાય છે.પૃથ્વીપર ૪ ઈંચના બોગ ટર્ટલથી લઈને ૭૦૦ કિલો વજનધરાવતા લેધરી ટર્ટલ જોવા મળે છે. તેનું શરીર એક જ પેર્ટનનાં ૬૦ હાડકાનું બનેલું હોય છે. જોખમ સમયે પગ અને મોઢું કવચમાં અંદર સંકોરીલે છે. પાણક્ષના કાચબા કિનારાના ખડકની બખોલમાં રહે છે. તે નાક વડે નહી પણ મોં પહોળુ કરી ગળા વડે ગંધને પારખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.