Abtak Media Google News

મુલાકાતીઓને મ્યુઝિયમમાં સાંજના ૬ વાગ્યા સુધી પ્રવેશ અપાશે: ૭:૩૦ કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો

ઉનાળામાં વેકેશનની સીઝનમાં વધુમાં વધુ મુલાકાતીઓ મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાતે આવે તે માટે કોર્પોરેશન દ્વારા મ્યુઝીયમના સમયમાં ફકત ઉનાળાની સીઝન પુરતો એક કલાકનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ૫ વાગ્યા સુધી મુલાકાતીઓને મ્યુઝિયમમાં પ્રવેશ આપવામાં આવે છે. ઉનાળામાં હવે ૬ વાગ્યા સુધી મ્યુઝિયમમાં મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણયની અમલવારી આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. સાંજના ૭:૩૦ કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયાં પોતાના જીવનના ૮ વર્ષ વિતાવ્યા હતા તે રાજકોટની ભુમી પર બાપુની ચિરસ્મૃતિ જળવાય રહે તેવા ઉમદા આશ્રય સાથે કોર્પોરેશન દ્વારા આલ્ફેડ હાઈસ્કુલ કે જયાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો જયાં કરોડો રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.

ઉનાળાની સીઝનમાં વધુ મુલાકાતીઓ મ્યુઝિયમની મુલાકાત લઈ શકે તે માટે મ્યુઝિયમના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. ૧ ઓકટોબર, ૨૦૧૮ થી ૨૧ માર્ચ ૨૦૧૯ સુધીના સમયગાળામાં ૬૯,૧૫૨ મુલાકાતીઓએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે. મ્યુઝિયમમાં અદ્યતન લાઈબ્રેરી, ફુડ કોટ, ટીકીટ વિન્ડો, કલોકરૂમ, વિશાળ પાર્કિંગ, મ્યુઝિયમ વિઝિટ માટે ગાઈડ અને હેલ્પડેસ્ક તથા ગાર્ડન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.