Abtak Media Google News

ગુજરાત હાઇકોર્ટ આ મુદ્દે સુનાવણી કરી રહ્યું  હોય સુપ્રીમે દખલ કરવા કર્યો ઇન્કાર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સીબીઆઈ તપાસની માંગ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે.  ગુજરાત હાઇકોર્ટ આ મુદ્દે સુનાવણી કરી રહ્યું  હોય સુપ્રિમ કોર્ટે દખલ કરવા ઇન્કાર કર્યો છે.

મોરબી ઝૂલતા પુલ અકસ્માતની તપાસ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. આ અરજી પર સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટ મોરબી બ્રિજ અકસ્માતની સ્વતંત્ર તપાસના મામલાની સુનાવણી ચાલુ રાખશે. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ, રાહત, પુનર્વસન અને વળતર પર દેખરેખ રાખવાની સાથે જ સુનાવણી સમયબદ્ધ રીતે થવી જોઈએ. સુપ્રિમ કોર્ટ એ ન્યાયિક સીબીઆઈ તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રિમ કોર્ટએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ પહેલાથી જ તપાસ પર નજર રાખી રહી છે. હાઈકોર્ટે અરજદારોના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ અને અરજદારો પણ હાઇકોર્ટમાં તેમના મંતવ્યો રજૂ કરી શકે છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે આ મોટી દુર્ઘટના છે. આ માટે સાપ્તાહિક મોનિટરિંગની જરૂર પડશે. તપાસ, વળતર, નગરપાલિકાની ભૂમિકા અને સ્વતંત્ર તપાસની જરૂરિયાત અંગે શું પગલાં લેવામાં આવ્યા છે. હાઇકોર્ટે 3 આદેશો પસાર કર્યા છે અને આ એક એવો મામલો છે જેમાં સાપ્તાહિક કે પાક્ષિક હસ્તક્ષેપની જરૂર છે. અમે એવા મુદ્દાઓને ઓળખી શકીએ છીએ જેના પર હાઇકોર્ટે પણ વિચારવું જોઇએ અને તેના પર ધ્યાન આપવું જોઈએ.એસજી તુષાર મહેતાએ કહ્યું કે હાઈકોર્ટે આ મુદ્દા પર મહોર મારી દીધી છે. હાઈકોર્ટને યોગ્ય નિર્ણય લેવા દો. તેમની અરજીમાં એડવોકેટ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી, આપણા દેશમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં ગેરવહીવટ, ફરજમાં બેદરકારી અને જાળવણીની બેદરકારીને કારણે મોટી જાનહાનિ થઈ છે, જેને ટાળી શકાયું હોત. નોંધનીય છે કે 30 ઓક્ટોબરે દિવાળીના તહેવાર બાદ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો કેબલ બ્રિજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 134 લોકોનાં મોત થયાં હતાં.તાજેતરમાં જ  મોરબી નગરપાલિકાએ  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજૂરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જેના પગલે  ગુજરાત હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે કરી આકરી ટીપ્પણી કરીને કહ્યું હતું કે જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગ્રુપને કામ કઇ રીતે અપાયુ. તેમજ એમઓયુ કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગની છૂટ કઇ રીતે અપાઇ. આ ઉપરાત હાઇકોર્ટે 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં  આ કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે વધુ હાથ ધરાશે.

એમઓયુ કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગની છૂટ કઇ રીતે અપાઇ ?: રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ

મોરબી નગરપાલિકાએ  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજૂરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જેના પગલે  ગુજરાત હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે કરી આકરી ટીપ્પણી કરીને કહ્યું હતું કે જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગ્રુપને કામ કઇ રીતે અપાયુ. તેમજ એમઓયુ કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગની છૂટ કઇ રીતે અપાઇ. આ ઉપરાત હાઇકોર્ટે 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં  આ કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે વધુ હાથ ધરાશે.

હાઇકોર્ટ દ્વારા સૂઓમોટો દાખલ

મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સૌથી અગત્યની વાત એ કહી શકાય કે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ તરફથી કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર પંચ, મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તો દુર્ઘટના પર પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલોને ધ્યાને લેવા હાઇકોર્ટે સૂચન કર્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.